વિધવા સહાય યોજનાની પુરી જાણકારી | Vidhva Sahay Yojana 2024

વિધવા સહાય યોજનાની પુરી જાણકારી | Vidhva Sahay Yojana 2024

ગરીબ તથા પછાત વર્ગના લોકો માટે સરકાર અવનવી યોજનાઓનું નિર્માણ કરે છે. તેમાંથી જ એક છે વિધવા સહાય યોજના, જેમાં વિધવા મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે.

વિધવા સ્ત્રીઓને આર્થિક સહાય, સામાજિક સુરક્ષા તેમ જ આર્થિક સ્વનિર્ભરતા એ જ આ યોજનાનો મુખ્ય હેતુ છે. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વિધવા મહિલાને આ યોજનાનો લાભ મળી શકે છે.

જે મહિલાઓનો પતિ મૃત્યુ પામ્યો હોય તેને આ યોજના હેઠળ દર મહિને ₹1250 માસિક પેન્શન મળે છે. આ નાણાકીય રકમમાં થોડા ફેરફારો પણ હોઈ શકે છે.

જે મહિલાઓની ઉંમર વધારે હોય અથવા તે વૃદ્ધાવસ્થામાં હોય તો તેને વિધવા સહાય સ્કીમ હેઠળ થોડી વધારે રકમ પ્રાપ્ત થાય છે.

આ યોજનામાં ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે અલગ અલગ માપદંડ છે. મહિલાના કુટુંબની વાર્ષિક આવક અમુક મર્યાદા સુધી સીમિત હોય તો તેને સરળતાથી સહાય પુરી પાડવામાં આવે છે.

વિધવા સહાય યોજનાની જાણકારી

ગુજરાતમાં વસવાટ કરતી મહિલાઓ માટે ખાસ અહીંની સરકાર દ્વારા આ લાભકારી યોજના બનાવવામાં આવી છે. યોજના પોતાના નામ પ્રમાણે જ વિધવાઓને નાણાકીય સહાય આપે છે.

વિધવાના દરજ્જા તરીકે લાભાર્થી મહિલાના પતિના મૃત્યુ પ્રમાણપત્રને પુરાવા તરીકે લેવામાં આવે છે. સાથે જ તેને કોઈ પુનઃલગ્ન નથી કરેલા તેની પુષ્ટિ કરતું એક સ્થાનિક પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું હોય છે.

યોજનાને નિયમિત રૂપે ચાલુ રાખવા માટે દર વર્ષે મહિલા દ્વારા આવકનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. વાર્ષિક આવક ઓછી હશે તો જ યોજનાનો લાભ મહિલાને મળી શકશે.

ગરીબી રેખા નીચે જીવતી વિધવાઓને સમાજ તરફથી યોગ્ય સહાય મળતી નથી. સમાજમાં મહિલાઓનું માન સન્માન વધે, તે આત્મનિર્ભર બની શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

વિધવા સહાય યોજનાની મહત્વપૂર્ણ માહિતી

દેશની મોટાભાગની વસ્તી ગરીબી સામે ઝઝૂમી રહી છે. એવા સમયે આ યોજના નીચલા વર્ગની વિધવા સ્ત્રીઓ માટે ખાસ ઉપયોગી છે. આના દ્વારા તે પોતાનું ગુજરાન ચલાવવામાં સક્ષમ થાય છે. યોજનાની માહિતી અહીં ટેબલ સવરૂપે કરેલી છે.

યોજનાનું નામવિધવા સહાય યોજના
ઉદ્દેશવિધવા મહિલાઓને આર્થિક સહાય અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી
લક્ષિત લાભાર્થીઓ18-60 વર્ષની વિધવા મહિલાઓ
આવક મર્યાદાગરીબી રેખા નીચે અથવા નિર્ધારિત વાર્ષિક આવક મર્યાદાથી નીચે
સહાયનો પ્રકારમાસિક પેન્શન, શિક્ષણ સહાય, આવાસ સહાય, કૌશલ્ય વિકાસ
સામાન્ય માસિક સહાય₹1000 થી ₹2000 (રાજ્ય/કેન્દ્ર યોજના અનુસાર અલગ)
આવશ્યક દસ્તાવેજોઆધાર કાર્ડ, રેશન કાર્ડ, મૃત્યુ પ્રમાણપત્ર, બેંક વિગતો, આવક પ્રમાણપત્ર
અરજી પ્રક્રિયાસ્થાનિક સરકારી કચેરી અથવા ઓનલાઇન પોર્ટલ દ્વારા
વધારાના લાભોઆરોગ્ય વીમા, બાળકો માટે શિક્ષણ સહાય, વ્યવસાય લોન

યોજના માટેના જરૂરી દસ્તાવેજો

અમુક જરૂરી સરકારી દસ્તાવેજોથી તમે ઘણી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો. જે પણ મહિલાઓ વિધવા સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તેવી મહિલાઓને નીચે દર્શાવેલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજી કરનારનું રેશન કાર્ડ
  • પતિના મૃત્યુનો દાખલો
  • બેંક પાસબુક/કેન્સલ ચેકની નકલ
  • આવકનો દાખલો (મામલતદાર/વિકાસ અધિકારી દ્વારા)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે)
  • જાતિનો દાખલો (જો લાગુ પડે તો)
  • તાજેતરના નવા ફોટોગ્રાફ

આ દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરીને સંબંધિત કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

યોજના માટેની પાત્રતા

વિધવા સહાય સ્કીમ એ ગુજરાત સરકારની એક કલ્યાણકારી યોજના છે જે વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડે છે. સામાન્ય રીતે, પાત્રતાના કેટલાક મુખ્ય માપદંડો આ પ્રમાણે છે.

  • અરજદાર વિધવા હોવી જોઈએ.
  • તેમની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • તેમની વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદાથી ઓછી હોવી જોઈએ.
  • તેઓ ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.

વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સાધના યોજના

વિધવા સહાય યોજનાના લાભો

આ યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે. જે રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતી વિધવા મહિલાઓને માસિક પેન્શન આપવામાં આવે છે. વિધવા સહાય યોજનાના લાભો આ પ્રમાણે છે.

  • માસિક આર્થિક સહાય: લાભાર્થીઓને દર મહિને નિશ્ચિત રકમની સહાય મળે છે.
  • પેન્શન: નિયમિત માસિક પેન્શનની જોગવાઈ.
  • શિક્ષણ સહાય: લાભાર્થીઓના બાળકોને શિક્ષણ માટે નાણાકીય મદદ.
  • આરોગ્ય સુવિધાઓ: કેટલીક આરોગ્ય સેવાઓ માટે સહાય અથવા મફત સેવાઓ.
  • રોજગાર તાલીમ: સ્વરોજગાર માટે કૌશલ્ય વિકાસ અને તાલીમની તકો.

વિધવા સહાય સ્કીમ અરજી પ્રક્રિયા

સામાન્ય રીતે વિધવા સહાય યોજનાના ફોર્મ ભરવાની 2 રીત છે, એક ઓનલાઇન અને બીજું ઓફલાઈન. મહિલાઓ પોતાની સરળતા અનુસાર બંને રીતે ફોર્મ ભરી શકે છે. વિધવા સહાય યોજના માટેની ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા અહીં દર્શાવી છે.

(1) અરજી ફોર્મ મેળવવું

  • તમારા સ્થાનિક મામલતદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાંથી અરજી ફોર્મ મેળવો.
  • સરકારની અધિકૃત વેબસાઇટ પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.

(2) ફોર્મ ભરવું

  • અરજી ફોર્મમાં માંગેલી તમામ માહિતી સંપૂર્ણ અને સાચી રીતે ભરો.
  • તમારું નામ, સરનામું, આધાર નંબર, બેંક એકાઉન્ટની વિગતો વગેરે આપો.

(3) જરૂરી દસ્તાવેજો જોડવા

  • વિધવા યોજના માટે ઉપયોગી એવા તમામ દસ્તાવેજોને જોડવા.
  • તમામ ડોક્યુમેન્ટ્સ યોગ્ય છે તેની ચકાસણી કરવી.

(4) અરજી જમા કરાવવી

  • ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે જોડી લેવાના હોય છે.
  • સ્થાનિક મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવો.

(5) અરજીની સ્થિતિ તપાસવી

  • નિયમિત રીતે તમારી અરજીની સ્થિતિ તપાસતા રહો.
  • જો કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર પડે તો તેને સમયસર રજૂ કરો.

(6) મંજૂરી અને લાભ

  • અરજી મંજૂર થયા પછી, રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે.
  • ત્યારબાદ વિધવા માટેની જરૂરી સહાય તમને મળી રહેશે.

નોંધ: ચોક્કસ પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોમાં સ્થાનિક નિયમો અનુસાર ફેરફાર હોઈ શકે છે. વધુ માહિતી માટે તમારી સ્થાનિક સરકારી કચેરીનો સંપર્ક કરવો શ્રેષ્ઠ રહેશે.

મહત્વના પ્રશ્નો (FAQ)

દેશની સરકાર પોતાની પ્રજાના કલ્યાણ માટે અત્યાધિક યોજનાઓ બનાવતી રહે છે. આવી યોજનાને લઈને લોકો પણ ઘણા ઉત્સાહી જોવા મળે છે. આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.

(1) વિધવા સહાય યોજના શું છે, તે અંગેની જાણકારી આપો?

વિધવાઓ માટે શરૂ થયેલી સ્કીમને વિધવા સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ ગંગા સ્વરૂપ મહિલાઓને આર્થિક નાણાકીય સહાય પુરી પાડવામા આવે છે.

(2) પીએમ વિધવા સહાય યોજના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે?

આ યોજના અંગેની અરજી કરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મૃત્યુ પ્રમાણપત્ર, બેંક વિગતો, આવક પ્રમાણપત્ર વેગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.

(3) યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઈએ?

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર મહિલાએ વિધવા હોવું જરૂરી છે. આ સિવાય પણ તેની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.

(4) વિધવા સહાય યોજના હેઠળ શું સુવિધાઓ આપવામાં આવે છે?

વિધવા સહાય યોજના હેઠળ મહિલાઓને દર મહિને અમુક ચોક્કસ રકમની નાણાકીય સહાય મળે છે. આ સિવાય પણ તેને અન્ય સુવિધાઓ ફાળવવામાં આવે છે.

(5) યોજના હેઠળ મહિલાઓને કેટલી માસિક સહાય આપવામાં આવે છે?

યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને રૂપિયા 1 થી 2 હજાર જેટલી માસિક રકમ આપવામાં આવતી હોય છે.

આશા કરુ છુ વિધવા સહાય યોજના અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સાથે પણ જરૂર શેયર કરો.

We will be happy to hear your thoughts

Leave a reply

Yojana Laabh
Logo