પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત | Pradhan Mantri Awas Yojana 2024

ગુજરાતમાં એવા અનેક લોકો છે જેમની પાસે કોઈ ઠેકાણું નથી. આવા ગરીબ અને નીચલા વર્ગને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાને ટૂંકમાં PMAY યોજના પણ કહેવામાં આવે છે. આ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રોના રહેવાસીઓને ઘર ફાળવવામાં આવે છે.

આપણા દેશમાં ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા ઘણા કુટુંબો છે. જેઓને મકાનની જરૂર તો છે પરંતુ નાણાંનો અભાવ છે. આવા વર્ગ માટે આ યોજના ઘણી મહત્વપૂર્ણ છે.

વાર્ષિક આવક લાયકાતના આધારે આ યોજનામાં યોગ્યતા માપદંડ નક્કી કરી શકાય છે. જે લોકોની વાર્ષિક આવક ઓછી હોય તેવા લોકો આ યોજના માટે યોગ્ય પાત્રતા ધરાવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત

હાલમાં જ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે વધુ બજેટ ફાળવવાની વાત રજૂ કરવામાં આવી હતી.

આ સાથે જ શહેરી તથા ગ્રામીણ બંને વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ મકાનો આપવામાં આવશે તેવી પણ ખાતરી કરી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના એક એવી યોજના છે કે જેમાં લોકોને ઓછી કિંમતે પાક્કુ મકાન મળી રહે. આ માટે તેઓને ઓછા વ્યાજદરે સરકાર તરફથી લોન પણ મળે છે.

આ યોજનાને 25 જૂન 2015ના રોજ ભારતીય જનતા પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અત્યાધિક લોકો આ યોજના દ્વારા પોતાના આવાસની સુવિધા ઉભી કરી શક્યા છે.

ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ, SC/ST, લઘુમતી, વિધવાઓ, વિકલાંગ વ્યક્તિઓ અને સમાજના અન્ય વંચિત વર્ગો સહિતના લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુખ્ય જાણકારી

હોમ લોન પર સબસીડી આપનારી આ યોજના વિશે લોકોમાં ઘણી ઉત્સુકતા છે. સમયની સાથે આવાસ યોજનામાં અનેક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની મુખ્ય જાણકારી અહીં ટેબલ સ્વરૂપે પ્રસ્તુત કરી છે. જેમાં યોજનાની તમામ મહત્વની માહિતીનો સંપૂર્ણ રીતે સમાવેશ કરવામાં આવેલ છે.

વિગતમાહિતી
યોજનાનું નામપ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)
શરૂઆત વર્ષ2015
મુખ્ય ઉદ્દેશ્ય2022 સુધીમાં દરેક ભારતીય પરિવારને પોતાનું ઘર
લક્ષ્યાંકિત જૂથોEWS, LIG, MIG-I, MIG-II
EWS વાર્ષિક આવક₹3 લાખ સુધી
LIG વાર્ષિક આવક₹3-6 લાખ
MIG-I વાર્ષિક આવક₹6-12 લાખ
MIG-II વાર્ષિક આવક₹12-18 લાખ
સહાયના પ્રકારોસબસિડી, વ્યાજ સબસિડી, આર્થિક સહાય
વિસ્તારશહેરી અને ગ્રામીણ બંને

પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાત્રતા માપદંડો

યોજનાની ગાઇડલાઇન મુજબના પાત્રતા માપદંડો ધરાવતી વ્યક્તિઓ જ પ્રધાનમંત્રીની આ મકાન યોજનાનો લાભ લઇ શકે છે. અન્યથા કોઈ પણ વ્યક્તિ આ માટે અરજી કરવા યોગ્ય ગણાતી નથી.

જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવા માંગતા હોય તેઓમાં આ દર્શાવેલી પાત્રતા હોવી અનિવાર્ય છે. આ પ્રકારના પાત્રતાના માપદંડો નીચે જણાવ્યા અનુસાર છે.

  • નાગરિકતા: અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • કુટુંબની વ્યાખ્યા: એક કુટુંબમાં પતિ, પત્ની અને અપરિણીત બાળકોનો સમાવેશ થાય છે.
  • ઘરની માલિકી: અરજદાર કે તેના કુટુંબના કોઈપણ સભ્યની માલિકીનું પાકું ઘર ભારતના કોઈપણ ભાગમાં ન હોવું જોઈએ.
  • ઉંમર: અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • માલિકી: મહિલાના નામે અથવા સંયુક્ત નામે હોવી જોઈએ (જ્યાં શક્ય હોય ત્યાં).
  • અગાઉની સહાય: અરજદારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઈ આવાસ યોજના હેઠળ અગાઉ લાભ મેળવ્યો ન હોવો જોઈએ.
  • આધાર કાર્ડ: અરજદાર પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે આવકના માપદંડ

વધારે આવક દ્વારાવતા કુટુંબો આ યોજના હેઠળ મકાન મેળવવા માટે સક્ષમ હોતા નથી. જે લોકોની આવક મર્યાદા એક સીમિત રકમ સુધી જ હોય તેઓ યોજનાનો લાભ લઇ શકે છે.

આવક મર્યાદા

  • EWS: વાર્ષિક આવક ₹3 લાખ સુધી
  • LIG: વાર્ષિક આવક ₹3-6 લાખ
  • MIG-I: વાર્ષિક આવક ₹6-12 લાખ
  • MIG-II: વાર્ષિક આવક ₹12-18 લાખ

વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ

અમુક જરૂરી પુરાવા દ્વારા કોઈ પણ પ્રકારની સરકારી સહાય મેળવી શકાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ તમે યોગ્ય દસ્તાવેજો ભેગા કરીને પોતાની અરજી પ્રક્રિયા પુરી કરી શકો છો. નીચે દર્શાવેલા ઉપયોગી દસ્તાવેજોના આધાર પર તમે PMAY યોજનાનો લાભ લઇ શકો છો.

  • અરજદારનો તાજેતરનો ચોખ્ખો ફોટો
  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • અરજી કરનારનું પાન કાર્ડ
  • આવકનો પુરાવો (પગાર સ્લિપ, આવક પ્રમાણપત્ર વગેરે)
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, લાઇટ બિલ, ભાડા કરાર વગેરે)
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • જમીન માલિકીનો દસ્તાવેજ (જમીન પર મકાન બનાવવાનું હોય તો)
  • મકાનના નકશા અને અંદાજપત્ર (જો નવું મકાન બનાવવાનું હોય તો)
  • કુટુંબના સભ્યોની વિગતો
  • ગ્રામ પંચાયત / નગરપાલિકા / મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર
  • સોગંદનામું કે અરજદાર અથવા તેના કુટુંબના કોઈ સભ્યની માલિકીનું અન્ય કોઈ પાકું મકાન નથી

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ

અત્યાર સુધી જેટલા પણ લોકોએ આ યોજનામાં પોતાના મકાન બનાવડાવ્યા છે, તેઓ આની ગુણવત્તા અને સહાયથી ઘણા આનંદિત છે. તેથી લાભાર્થીને એક સંતોષકારક પરિણામ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નીચેના લાભ મળતા હોય છે.

  • સરકાર ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપે છે.
  • હોમ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે.
  • મકાન મહિલાના નામે અથવા સંયુક્ત નામે કરાવાય છે.
  • યોજના હેઠળ બનેલા ઘરો ગુણવત્તાના ધોરણો પૂરા કરે છે.
  • શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના લોકોને લાભ મળે છે.
  • ક્રેડિટ લિંક્ડ સબસિડી લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે લોન મળે છે.
  • વિવિધ આવક જૂથો માટે EWS, LIG અને MIG શ્રેણી દર્શાવી છે.
  • દરેક ઘરમાં શૌચાલયની સુવિધા જોવા મળે છે.

Vidhva Sahay Yojana 2024

આવાસ યોજનાની ઓનલાઇન અરજી પ્રક્રિયા

મોટાભાગના લોકો યોજનાનો લાભ તો લેવા માંગતા હોય છે પરંતુ અરજી કેવી રીતે કરવી તે અંગે સ્પષ્ટ હોતા નથી. તેઓ માટે અમે સરળ શબ્દોમાં સંપૂર્ણ અરજી પ્રક્રિયાને દર્શાવી છે.

પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાની અરજી પ્રક્રિયા નીચે મુજબ કરવાની છે. આ માટે તમે સાઇબર કાફેની મુલાકાત પણ લઇ શકો છો.

  • સૌપ્રથમ પ્રધાન મંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે.
  • ત્યાં “Citizen Assessment” અથવા “New Registration” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ આવેલ પેજ પર પોતાની વ્યક્તિગત માહિતીમાં ભરી દો.
  • જેમાં જન્મ તારીખ, લિંગ, પિતાનું નામ, મોબાઇલ નંબર, આધાર, પાન કાર્ડ નંબર વેગેરે ભરી દો.
  • પછી સરનામું સહીત તમારા સંપર્કની તમામ વિગતો દર્શાવી દેવી.
  • આવકની વિગતો અને બેંક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે.
  • તમારી આવક શ્રેણી (EWS/LIG/MIG) પસંદ કરો.
  • ત્યારબાદ ફોર્મની સમીક્ષા કરીને ફોર્મ ને સબમિટ કરો.
  • જે અરજી નંબર મળે તેને સાચવીને રાખવાનો છે.
  • અંતમાં SMS અથવા ઇમેઇલ દ્વારા પુષ્ટિકરણ મેળવો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફલાઈન અરજી પ્રક્રિયા

ગુજરાતમાં હજુ પણ લોકો ઓનલાઇન કરતા ઓફલાઈન અરજી કરવાનું સરળ સમજે છે. તેથી અમે અહીં ઑફલાઇન અરજી કરવાની પ્રક્રિયા પણ દર્શાવી છે. પ્રધાન મંત્રી યોજનાની ઓફલાઈન અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

  • નજીકની નગરપાલિકા કચેરી અથવા સરકારી કચેરીમાંથી અરજી ફોર્મ મેળવો.
  • ફોર્મમાં માંગેલી તમામ માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરો.
  • જરૂરી દસ્તાવેજોને ચકાસ્યા બાદ ફોર્મ સાથે જોડી લો.
  • ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત સરકારી કચેરીમાં જમા કરાવો.
  • અરજી જમા કરાવ્યા બાદ રસીદ મેળવી લો અને તેને સાચવીને રાખો.
  • નિયમિત રીતે તમારી અરજીની સ્થિતિ તપાસતા રહો.

PM Vishwakarma Yojana 2024

મહત્વના પ્રશ્નો (FAQ)

દેશની સરકાર પોતાની પ્રજાના કલ્યાણ માટે અત્યાધિક યોજનાઓ બનાવતી રહે છે. આવી યોજનાને લઈને લોકો પણ ઘણા ઉત્સાહી જોવા મળે છે. આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.

(1) પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે. યોજનાની પુરી માહિતી જણાવો?

ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે રહેઠાણની સુવિધા ઉભી કરતી આ એક પ્રકારની યોજના છે. જેના થકી લાભાર્થીને એક પાક્કું મકાન ફાળવવામાં આવે છે.

(2) પીએમ ગરીબ આવાસ યોજનામાં આવકને લગતી કઈ શ્રેણી બનાવવામાં આવી છે?

પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના હેઠળ 3 પ્રકારની શ્રેણી બનાવવામાં આવી છે. જેમાં વિવિધ આવક જૂથો માટે EWS, LIG અને MIG શ્રેણી સમાવિષ્ટ છે.

(3) શું આ ગરીબ નિવાસની યોજનામાં શૌચાલય પણ બનાવવામાં આવે છે?

હા, પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા ઘરોમાં શૌચાલયની સુવિધા પણ જોવા મળે છે. જે એક સારી બાબત છે અને આપણી પ્રગતિ સાથે પણ સંકળાયેલ છે.

(4) શું શહેરમાં વસવાટ કરતા લોકો આ યોજનામાં મકાન મેળવી શકે છે?

હા, શહેર તથા ગ્રામીણ બંને વિસ્તારોમાં રહેતા લોકો આ યોજના થકી મફતમાં પોતાનું એક પાક્કું મકાન મેળવી શકે છે.

(5) પ્રધાન મંત્રી ગરીબ નિવાસ યોજના હેઠળ કઈ લોન મળે છે?

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને બેન્ક તરફથી ઓછા વ્યાજ દરે હોમલોન આપવામાં આવે છે. જેના પર સરકાર તરફથી સબસીડી પણ મળે છે.

આશા કરુ છુ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લગતી તમામ જાણકારી તમને મળી ગયી હશે. તો હવે મળીએ આપણી નેક્સટ પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.

We will be happy to hear your thoughts

Leave a reply

Yojana Laabh
Logo