આપણા સનાતન હિન્દૂ ધર્મમાં વિશ્વકર્મા ભગવાનની જયંતીનું ખુબ જ મહત્વ છે. આ દિવસે દેશના પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. જે સામાન્ય લોકો માટે ઘણી જ લાભકારક છે.
દેશની મોટાભાગની વસ્તી ગરીબ છે, ઘણા લોકો તો એવા પણ છે જેઓ પાસે રોજગારીનું કોઈ સાધન પણ નથી. આવા વંચિત વર્ગને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે.
જેનો મુખ્ય હેતુ એ છે કે દેશના ગરીબ અને બેરોજગાર લોકોને નાણાકીય સહાય તથા રોજગાર માટે તાલીમ આપવામાં આવે. યોજના થકી રૂપિયા 15 હજારની સહાય મળે છે. સાથે જ 3 લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવે છે.
જે લોકો પહેલાથી જ કોઈ વ્યાપાર કે ધંધો કરતા હોય તેઓ યોજના થકી વ્યાપારને આગળ વધારી શકે છે. મોચી, લુહાર, કુંભાર, કડિયાકામ તથા મજૂરી કરતા લોકો માટે આ યોજના ઘણી મહત્વની છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024
ભારતમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ જોવા મળે છે. આના ઉપાય માટે ભારત સરકાર દ્વારા સમયાંતરે અનેક રોજગાર માટેની યોજનાનો બનાવવામાં આવે છે. તેમથી જ એક છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના.
લાભાર્થીના પરિવારના કોઈ પણ સભ્ય પાસે સરકારી નોકરી ના હોય તો તેને સરળતાથી આ યોજનાનો લાભ મળી શકે છે. યોજના થકી ઓછા વ્યાજદરે અરજદારને બેન્ક તરફથી લોનની સહાય આપવામાં આવે છે.
ભારતની 140 કરતા વધુ જાતિઓ પોતાનું પારંપરિક કામ કરતી હોય છે. જેવી રીતે કે કડિયા, કુંભાર, ભારદ્વાજ, લુહાર, સુથાર, મોચી વગેરે જ્ઞાતિઓ પોતાનું વર્ષોથી ચાલતું આવતું કાર્ય કરે છે.
આ પ્રકારના લોકો પોતાના રોજગારને આગળ લઇ જવા માટે આ યોજનાનો સહારો લઇ શકે છે. જે લોકોને કોઈ કાર્ય ના આવડતું હોય તેઓ માટે ખાસ તાલીમ અને માર્ગદર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
યોજના થકી તાલીમ પૂર્ણ કર્યા બાદ કાર્ય કરવા માટેના સાધનો એટલે કે ટૂલ કીટ પણ ફાળવવામાં આવે છે. આત્મનિર્ભર ભારત માટે આ યોજનાને અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જેમાં દેશના લોકો દ્વારા જ કોઈ કાર્ય કરી શકાય છે.
વિશ્વકર્મા સન્માન કૌશલ યોજનાની જાણકારી
નાના અંતરિયાળ ગામોમાં વસવાટ કરતા લોકો થી લઈને મોટા શહેરી વિસ્તારના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. ગરીબી યોજનાં નીચે જીવતા લોકોને આ સહાય ઘણી જ સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે.
પીએમ વિશ્વકર્મા રોજગારી યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ટેબલ સ્વરૂપે રજૂ કરી છે. જેના આધારે ટૂંકમાં જ તમને યોજના સંબંધી માહિતી મળી જશે.
વિગત | માહિતી |
---|---|
યોજનાનું નામ | પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના |
શરૂઆત | 17 સપ્ટેમ્બર, 2023 |
લક્ષ્યાંકિત લાભાર્થીઓ | પરંપરાગત કારીગરો અને શિલ્પકારો |
યોજનાનો હેતુ | કારીગરોને આધુનિક ઓજારો, તાલીમ અને આર્થિક સહાય પૂરી પાડવી |
લાભો | 1. મફત કૌશલ્ય તાલીમ 2. ટૂલકિટ સહાય (₹15,000 સુધી) 3. ઇનસેન્ટિવ સહાય (₹2,000 પ્રતિ વર્ષ) 4. સબસિડી સાથે લોન (₹1 લાખ સુધી) 5. ડિજિટલ અને આર્થિક સાક્ષરતા તાલીમ |
પાત્રતા | 1. 18-65 વર્ષની વય 2. પરંપરાગત વ્યવસાયમાં કાર્યરત 3. 8વી ધોરણ સુધી શિક્ષણ (વધુ શિક્ષણ સ્વીકાર્ય) |
અમલીકરણ મંત્રાલય | કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય |
પીએમ વિશ્વકર્મા યોજના અંગેની પાત્રતા
દેશના નાના કારીગરોને રોજગારી ફાળવતી આ યોજના ભારતના આર્થિક વિકાસ માટે સહયોગી છે. જેટલા પણ લોકો આ યોજનામાં લાભ લેવા ઇચ્છતા તેઓમાં અમુક પાત્રતા હોવી અનિવાર્ય છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે નીચે દર્શાવેલી પાત્રતા હોવી જોઈએ. તેથી જ તે યોજના અંગેની અરજી કરવા માટે સક્ષમ ગણાય છે.
- યોજના માટે અરજદારની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ રીતે, યુવાનોથી લઈને અનુભવી કારીગરો સુધી બધાને આવરી લેવામાં આવે છે.
- અરજદાર કોઈ પરંપરાગત વ્યવસાય કે કારીગરીમાં સક્રિય રીતે કાર્યરત હોવો જોઈએ. આમાં સુથારી, કુંભારી, સોની કામ, દરજી કામ વગેરે જેવા વ્યવસાયો સામેલ છે.
- અરજદારે ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. જો કે, જો કોઈ વ્યક્તિએ આનાથી વધુ અભ્યાસ કર્યો હોય તો તે પણ સ્વીકાર્ય છે.
- આ યોજના માટે કોઈ ચોક્કસ આવક મર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ તે મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના કારીગરોને લક્ષ્ય બનાવે છે.
- યોજના અંગે અરજી કરનાર વ્યક્તિ ભારત દેશનો કાયમી નાગરિક હોવો જોઈએ.
- અન્ય કેન્દ્રીય કે રાજ્ય સરકારની સમાન યોજનાઓનો લાભાર્થી ન હોવો જોઈએ.
પીએમ વિશ્વકર્મા યોજના અંગેના દસ્તાવેજો
રોજગાર માટે ઉપયોગી એવી આ યોજનાનો લાભ લેવા માટે અમુક ઉપયોગી દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ. આ ડોક્યુમેન્ટ્સ દ્વારા સરળતાથી યોજના અંગે અરજી કરી શકાય છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે નીચેના દસ્તાવેજોને ભેગા કરી લો.
- અરજદારનું આધાર કાર્ડ
- અરજી કરનારનું પાન કાર્ડ
- બેંક એકાઉન્ટની વિગતો
- ફોટો આઈડી પ્રૂફ (મતદાર કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ)
- સરનામાનો પુરાવો (રેશન કાર્ડ/લાઈટ બિલ)
- શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર
- વ્યવસાયનો પુરાવો (જો ઉપલબ્ધ હોય)
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
ઉપરોક્ત દસ્તાવેજોના આધાર પર તમે પ્રધાન મંત્રી વિશ્વકર્મા રોજગાર યોજનાનું ફોર્મ ભરી શકો. અને ત્યારબાદ જ અરજીની પ્રક્રિયા કરાય છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્ય લાભ
લોકોનું આર્થિક જીવન સુધારતી આ યોજના દરેક લોકો માટે ઉપયોગી છે. અત્યાર સુધી અનેક લોકોને યોજનાનો લાભ મળી ચુક્યો છે. તેઓ પોતાનો વ્યાપાર પણ આગળ વધારી રહ્યા છે. પીએમ વિશ્વકર્મા યોજનાના લાભોની સંપૂર્ણ જાણકારી આ મુજબ છે.
- લોકોને મફત કૌશલ્ય તાલીમ મળે છે.
- ઓજારો માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.
- અરજદારને વાર્ષિક પ્રોત્સાહન રકમ મળે છે.
- ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ થાય છે.
- ડિજિટલ અને આર્થિક સાક્ષરતાનું જ્ઞાન આપવામાં આવે છે.
- માર્કેટિંગ સહાય પૂરી પાડવામાં આવે છે.
- સામાજિક સુરક્ષા યોજનાઓમાં જોડાવાની તક મળે છે.
- ગુણવત્તા પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગમાં મદદ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અરજી પ્રક્રિયા
સમાજ માટે કલ્યાણકારી ગણાતી આ યોજના અંગે બધાને જાણવામાં રસ છે. કેટલાક લોકો આ યોજનાનું ફોર્મ ભરવા માંગે છે, પરંતુ તેઓને અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગેનું યોગ્ય જ્ઞાન હોતું નથી. તેથી અમે અહીં સંપૂર્ણ અરજી પ્રક્રિયાને સરળ રીતે સમજાવી છે.
- સરકારની આધિકારિક વેબસાઇટ પર જાઓ.
- યોજના માટેનું ઓનલાઈન અરજી ફોર્મ શોધો અને તેને ખોલો.
- તમારી વ્યક્તિગત માહિતી, જેમ કે નામ, જન્મ તારીખ, લિંગ, અને સંપર્ક વિગતો ભરો.
- તમારા વ્યવસાય અને કૌશલ્યો વિશે માહિતી આપો.
- તમારા શૈક્ષણિક પાત્રતાની વિગતો દાખલ કરો.
- આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- તમારી પસંદગીની તાલીમ અને સહાયનો પ્રકાર પસંદ કરો.
- ફોર્મની તમામ માહિતીની ચકાસણી કરો અને ખાતરી કરો કે બધું સાચું છે.
- અરજી સબમિટ કરો અને પુષ્ટિકરણ નંબર મેળવો.
- અરજીની સ્થિતિને ટ્રૅક કરો અને જરૂર પડે તો વધારાની માહિતી પ્રદાન કરો.
આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સંબંધિત અધિકારીઓ તમારી અરજીની સમીક્ષા કરશે અને યોગ્યતાના આધારે આગળની કાર્યવાહી કરશે.
મહત્વના પ્રશ્નો (FAQ)
દેશની સરકાર પોતાની પ્રજાના કલ્યાણ માટે અત્યાધિક યોજનાઓ બનાવતી રહે છે. આવી યોજનાને લઈને લોકો પણ ઘણા ઉત્સાહી જોવા મળે છે. આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.
(1) પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શું છે જાણકારી આપો?
લોકોને સ્વરોજગાર આપતી એક પ્રકારની આ યોજના છે. જેના થકી જે તે વિષયના નિષ્ણાંત લોકોને ટૂલકિટ અને નાણાકીય સહાય ફાળવવામાં આવે છે.
(2) ક્યાં વય જૂથ ધરાવતા લોકો આ યોજના માટે અરજી કરી શકે છે?
18 થી 65 વર્ષના વય જૂથ ધરાવતા લોકો વિશ્વકર્મા યોજના માટે યોગ્ય ગણાય છે. આનાથી નાની કે મોટી ઉમર ધરાવનાર યોગ્ય ગણાશે નહીં.
(3) શું અરજદારનો અભ્યાસ યોજના હેઠળ ધ્યાનમાં લેવાય છે?
હા, કોઈ પણ કાર્યના જાણકાર અને ધોરણ આંઠ પાસ હોય તેવા વ્યક્તિઓને ધ્યાનમાં લઈને તેની પાત્રતા ચકાસણી થાય છે.
(4) ક્યાં કાર્યમાં રોકાયેલા લોકોને યોજના થકી સહાય આપવામાં આવે છે?
કડિયા, કુંભાર, ભારદ્વાજ, લુહાર, સુથાર, મોચી વગેરે કાર્યમાં રોકાયેલા લોકોને આ યોજના દ્વારા નાણાકીય સહાય ફાળવવામાં આવતી હોય છે.
(5) વિશ્વકર્મા યોજનાનો લાભ કોણ લઇ શકે છે?
નાના ગામડાઓથી લઈને મોટા શહેરોમાં વસવાટ કરતા લોકો આ યોજનાનો લાભ લઇ શકતા હોય છે.
આશા કરુ છુ પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં સફળ રહી છુ. તો હવે મળીએ નેક્સટ પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.