અત્યારના સમયમાં દેશમાં મોટી સંખ્યામાં વસ્તી વધારો થઇ રહ્યો છે. આવી ચિંતાજનક પરિસ્થિતિમાં પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પણ લોકો સક્ષમ હોતા નથી. મોટી સંખ્યામાં લોકો બેરોજગારીની સમસ્યાથી ઘેરાઈ રહ્યા છે.
આવા દેશના એક મોટા વર્ગને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ રોજગારી ઇચ્છુક લોકોને જરૂરી સાધનો તથા નાણાકીય સહાય પણ ફાળવવામાં આવતી હોય છે.
માનવ કલ્યાણ યોજના ખાસ કરીને સમાજના એક એવા હિસ્સા માટે છે, જેઓ સ્વરોજગાર મેળવવા તો માંગે છે પરંતુ તેઓ પાસે યોગ્ય નાણાં અને અમુક ઉપયોગી કામગીરીના સાધનોની અછત હોય છે.
તેથી યોજના હેઠળ લાભાર્થી મહિલા તથા પુરુષ બંનેને એક રોજગારી કીટ આપવામાં આવે છે. જેનાથી આ લોકો રોજગારી ઉભી કરીને દેશના અર્થતંત્રના વિકાસમાં પણ ફાળો આપી શકે.
માનવ કલ્યાણ યોજનાની જાણકારી
વિવિધ પ્રકારના વ્યવસાયો કરવા માંગતી વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલી એક પ્રકારની સરકારી સ્કીમને માનવ કલ્યાણ યોજનાના નામથી ઓળખવામાં આવે છે. જે હેઠળ દેશના ગરીબ લોકો રોજગારી પ્રાપ્ત કરી શકે.
વિભિન્ન વ્યવસાય જેવા કે વાહન સેવા અને મરામત, મોચી અથવા દરજી, કુંભાર કામ, પ્લમ્બરનું કાર્ય, બ્યુટી પાર્લર, ખેતી ઉદ્યોગ, મકાન/વેલ્ડિંગ કામ, લુંડ્રી, હેર કટિંગ વગેરે માટે સાધન સહાય મળતી હોય છે.
સાથે જ માછલી કે અન્ય ખાવાની ચીજવસ્તુઓનું વેચાણ, પાપડ બનાવવું, આચાર બનાવવું, હોટ કે કોલ્ડ ડ્રીંક્સ, નાસ્તા વેચાણ, મોબાઇલ મરામત જેવી બાબતો માટે પણ એક રોજગારી કીટ આપવામાં આવે છે.
શહેરી તથા ગ્રામ્ય બંને વિસ્તારમાં વસવાટ કરતા તમામ પ્રકારના ગરીબી રેખા હેઠળ જીવતા લોકો આ યોજના માટે યોગ્ય ગણાય છે. જ્યારથી યોજનાની શરૂઆત થઇ ત્યારથી અનેક લોકો આનો લાભ મેળવી ચુક્યા છે.
18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના તમામ વ્યક્તિઓ આ યોજના માટે યોગ્ય સક્ષમ ગણાતા હોય છે. જો પહેલાથી અરજી કરનાર વ્યક્તિના કુટુંબમાંથી આ યોજનાનો લાભ કોઈ લઇ ચૂક્યું હોય તો તેઓને આનો લાભ મળવા પાત્ર નથી.
માનવ કલ્યાણ યોજનાની સંપૂર્ણ માહિતી
એવા અનેક લોકો હોય છે જેઓ યોજનાનો લાભ મેળવવા માટે અરજી તો કરતા હોય છે. પરંતુ તેમને આ પ્રકારની યોજનાઓ વિશે જરૂરી અને યોગ્ય માહિતી પણ હોતી નથી.
તેથી અમે અહીં ટેબલ સ્વરૂપે યોજનાની સંપૂર્ણ જાણકારી દર્શાવી છે. જેને તમે ટૂંકમાં અને ઘણી જ સરળતા પૂર્વક સમજી શકો છો.
વિગત | માહિતી |
---|---|
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના |
લાભાર્થી | • બેરોજગાર યુવાનો • આર્થિક રીતે નબળા વર્ગના લોકો • SC/ST/OBC વર્ગના લોકો |
વય મર્યાદા | 18 થી 60 વર્ષ |
આવક મર્યાદા | વાર્ષિક રૂ. 1,20,000 સુધી |
કીટની કિંમત | રૂ. 15,000 થી રૂ. 50,000 |
સરકારી સહાય | કીટની કિંમતના 90% સુધી |
લાભાર્થી હિસ્સો | કીટની કિંમતના 10% |
ઉપલબ્ધ કીટ્સ | • વાળંદ કીટ • સ્યુઇંગ મશીન કીટ • ઇલેક્ટ્રીશીયન કીટ • પ્લમ્બર કીટ • મોબાઇલ રિપેરિંગ કીટ • બ્યુટી પાર્લર કીટ |
જરૂરી દસ્તાવેજો | • આધાર કાર્ડ • રેશન કાર્ડ • આવકનો દાખલો • જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો) • બેંક પાસબુક • ફોટો ID |
અરજી પ્રક્રિયા | • ઓનલાઇન અરજી • સંબંધિત કચેરીમાં રૂબરૂ અરજી |
તાલીમ | • વિનામૂલ્યે વ્યવસાયિક તાલીમ • સર્ટિફિકેટ આપવામાં આવે છે |
અન્ય લાભો | • વ્યવસાય શરૂ કરવા માટે માર્ગદર્શન • બેંક લોન માટે સહાય • માર્કેટિંગ સપોર્ટ |
સંપર્ક | • તાલુકા પંચાયત કચેરી • જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર |
માનવ કલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ
સામાન્ય રીતે જેટલી પણ સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેની પાછળ કોઈને કોઈ મુખ્ય ઉદ્દેશય છુપાયેલો હોય છે. જે મોટેભાગે સમાજ કલ્યાણ માટે જ કાર્યરત હોય છે.
આવી જ રીતે માનવ કલ્યાણ યોજના બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે દેશમાં રહેલા બેરોજગારોની સંખ્યા ઓછી થાય. દેશની ગરીબીમાં મોટાપાયે ઘટાડો કરી શકાય.
ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું જીવન ધોરણ સુધરે અને તેઓ પોતાની રીતે આર્થિક સહાય ઉભી કરી શકે. આ માટે કેન્દ્રીય સરકાર તરફથી અરજદાર વ્યક્તિને એક રોજગારી માટેની ટૂલકિટ આપવામાં આવતી હોય છે.
માનવ કલ્યાણ યોજના માટેની પાત્રતા
દેશના સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવેલી આ યોજનાએ ઘણા ઓછા સમયમાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. અત્યાર સુધી યોજના હેઠળ અનેક લોકોને રોજગારી મળી ચુકી છે.
પણ આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિમાં અમુક યોગ્ય પાત્રતા માપદંડ હોવા જરૂરી છે. જેના આહદાર પર તે યોજના અંગેની અરજી કરવા માટે યોગ્ય વ્યક્તિ ગણાય છે.
- અરજી કરનાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક રૂ. 1,20,000થી વધુ ન હોવી જોઈએ.
- મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
- અરજદાર ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવો જરૂરી છે.
- યોજનામાં ITI/ડિપ્લોમા ધારકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.
- એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધણી કરેલી હોવી જોઈએ.
- વ્યક્તિના કુટુંબમાંથી કોઈએ પણ સરકારી નોકરીમાં ના હોવું જોઈએ.
- કુટુંબમાંથી અન્ય સભ્યોએ યોજના અંગેની અરજી કરેલ ન હોવી જોઈએ.
માનવ કલ્યાણ યોજના માટે જરૂરી દસ્તાવેજો
મોટાભાગની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે વ્યક્તિ પાસે અમુક જરૂરી દસ્તાવેજો હોવા અનિવાર્ય છે. જેના દ્વારા તે જે-તે યોજનામાં સરળતા પૂર્વક અરજી કરી શકે.
જેટલા પણ લોકો માનવ કલ્યાણ રોજગારી સહાય યોજના માટે અરજી કરવા માંગતા હોય, તેઓ અહીં નીચે દર્શાવેલા તમામ ડોક્યુમેન્ટ્સને ભેગા કરી લો.
- અરજદારનું આધાર કાર્ડ
- કાયમી જતી પ્રમાણપત્રની નકલ
- વ્યક્તિના રહેઠાણનો પુરાવો
- તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા
- છેલ્લી પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર
- તાલીમ/કૌશલ્ય પ્રમાણપત્રો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
- વિધવા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
માનવ કલ્યાણ યોજનાના મુખ્ય લાભ
આમ તો મોટાભાગની દરેક પ્રકારની સરકારી યોજનાઓમાંથી સામાન્ય પ્રજાને ઘણા બધા લાભ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એક યોગ્ય રોજગાર ઉભો કરવા માટે આ યોજનાને ઉત્તમ ગણી શકાય છે.
દેશમાં જે ગરીબી રેખાની નીચે જીવતો એક મોટો વર્ગ છે તેઓ માટે આ યોજના આશીર્વાદ રૂપ છે. સમાજ કલ્યાણ માટે યોજના મહત્વપૂર્ણ છે, યોજનાના કારણે અહીં નીચે દર્શાવેલા ફાયદાઓ થતા જોવા મળે છે.
- લાભાર્થીઓને વ્યવસાય માટે જરૂરી ટૂલકીટ 90% સબસિડી સાથે આપવામાં આવે છે.
- આ યોજનાથી બેરોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધનો અને તાલીમ આપવામાં આવે છે.
- દરેક લાભાર્થીને વિનામૂલ્યે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે.
- તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે જે ભવિષ્યમાં ઉપયોગી થાય છે.
- આ યોજના હેઠળ બેંક લોન મેળવવામાં સહાય કરવામાં આવે છે.
- સ્વરોજગારી શરૂ કરવા માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
- વ્યવસાય માટે માર્કેટિંગ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે.
- SC/ST/OBC વર્ગના લોકોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.
- મહિલા લાભાર્થીઓને પણ અગ્રતા આપવામાં આવે છે.
- વ્યવસાય શરૂ કર્યા પછી પણ સતત માર્ગદર્શન અને સપોર્ટ મળે છે.
- ટૂલકીટની પસંદગી લાભાર્થીની રુચિ અને કૌશલ્ય મુજબ કરવામાં આવે છે.
- સરકારી યોજનાઓ સાથે જોડાણ કરી આપવામાં આવે છે.
- લાભાર્થીઓને વીમા કવચ પણ પૂરું પાડવામાં આવે છે.
- નાના વ્યવસાયકારોને GST રજિસ્ટ્રેશન અને અન્ય કાનૂની પ્રક્રિયાઓમાં મદદ કરવામાં આવે છે.
- સફળ થયેલા લાભાર્થીઓ દ્વારા નવા લાભાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે.
આ યોજના દ્વારા લાભાર્થીઓને સ્વનિર્ભર બનવાની અને સારી આવક મેળવવાની તક મળે છે. જેનો લાભ લઈને તમે પણ આર્થિક રીતે આગળ વધી શકતા હોવ છો.
સવાલ જવાબ (FAQ)
દરેક પ્રકારની યોજનાઓની જેમ જ માનવ કલ્યાણ ટૂલકિટ સહાય યોજનાને લઈને પણ લોકોમાં અનેક સવાલો ઉદ્ભવતા હોય છે. જેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં નીચે આપવામાં આવેલા છે.
(1) માનવ કલ્યાણ યોજના શું છે તેની માહિતી આપો?
સરકાર દ્વારા રોજગારી માટે બનાવવામાં આવેલી યોજનાને માનવ કલ્યાણ યોજનાના નામથી ઓળખવા આવે છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહેલા લોકો માટે વિશેષ છે.
(2) માનવ કલ્યાણ રોજગારી યોજના હેઠળ કોણ લાભ લેવા માટે યોગ્ય ગણાય છે?
માનવ કલ્યાણ ગરીબી રોજગારી યોજના હેઠળ જે લોકો બેરોજગારીની સમસ્યાથી પીડિત છે. તેઓ આ યોજના હેઠળનો લાભ મેળવવા માટે યોગ્ય અને સક્ષમ ગણાય છે.
(3) ગરીબી માનવ લોક કલ્યાણ યોજના દ્વારા શું ફાયદાઓ મળવા પાત્ર છે?
માનવ કલ્યાણ યોજના દ્વારા દરેક લોકોને રોજગારી શરૂ કરવા માટે એક ધંધા કે વ્યવસાયની કીટ ફાળવવા આવે છે. જેથી અરજદાર તેના દ્વારા પોતાની સ્વરોજગારી ઉભી કરી શકે.
(4) માનવ સમાજ કલ્યાણ યોજના માટે અરજદાર વ્યક્તિ કેટલું ભણેલ હોવો જોઈએ.
સમાજ કલ્યાણને ધ્યાનમાં રાખતી આ યોજના અંગેની અરજી કરવા માટે અરજદાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ આઠ પાસ કરેલો હોવો અનિવાર્ય છે.
(5) માનવ કલ્યાણ યોજના દ્વારા ક્યાં પ્રકારના વ્યવસાય માટે ટૂલકિટ આપવામાં આવે છે?
માનવ કલ્યાણ યોજના હેઠળ દરેક પ્રકારના વ્યવસાય માટે ટૂલકિટ આપવામાં આવતી હોય છે. જેમાં કુંભારકામ, મોચી, વાળંદ, સુધાર, બ્યુટી પાર્લર, સિલાઈ કામ વગેરે માટે ટૂલકિટ આપવામાં આવે છે.
આશા કરુ છુ માનવ કલ્યાણ યોજના અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો આને અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી.