ભારત તથા ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ બનાવે છે. તેમાંથી એક છે લેપટોપ સહાય યોજના. આ યોજના થકી વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ માટે સહાય આપવામાં આવે છે.
જે વિદ્યાર્થીઓની ઉમર 18 થી 30 વર્ષ સુધીની હોય તેવા તમામ લોકો આ યોજનાનો લાભ લઇ શકવામાં સક્ષમ હોય છે. આ માટે તેમને સરકાર તરફથી બેંકમાં નાણાકીય સહાય આપવામાં આવે છે.
ગુજરાતમાં કેટલાક એવા લોકો છે જેઓ પાસે નાણાંના અભાવે લેપટોપ નથી હોતું. તેઓને ઓનલાઇન શિક્ષણ લેવામાં અડચણ ઉભી થતી હોય છે.
આવા ગરીબ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખતા આ યોજના બનાવવામાં આવી છે. યોજના હેઠળ લેપટોપ ખરીદવા માટે તમને ₹1,50,000 સુધીની સહાય રકમ મળી શકે છે.
વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના
સમાજના નીચલા તથા ગરીબ વર્ગના આગળ વધવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના જ્યારથી શરૂ થઇ ત્યારથી લઈને અત્યાર સુધી અનેક લોકો આનો લાભ પણ લઇ ચુક્યા છે.
તમે જે પ્રકારનું લેપટોપ ખરીદવા માંગતા હોય એ પ્રમાણે લોન આપવામાં આવે છે. લોનની ચુકવણી પણ ફક્ત 20% જેટલી જ કરવામાં આવે છે. જેથી વિધાર્થીઓને ઘણી રાહત મળી રહે છે.
જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ મોબાઈલ ફોન અને લેપટોપની કિંમત પણ વધી રહી છે. વિદ્યાર્થીઓ માટે તો આ એક પ્રકારની જરૂરિયાત છે. જેની માંગ યોજનામાં સરકાર દ્વારા પુરી થાય છે.
લેપટોપ માટે સહાય આપતી આ યોજનાનો લાભ સમાજની અનુસૂચિત જાતિ તથા જનજાતિને જ મળી શકે છે. અન્યથા કોઈ પણ જાતિની વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકતી નથી.
આ યોજના માટે અરજદાર પાસે પોતાની જાતિના પુરાવા તરીકે રજૂ કરતું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જેથી તમે આ યોજનાનો લાભ સરળતાથી લઇ શકો.
લેપટોપ સહાય યોજનાની પુરી જાણકારી
આજના આધુનિક યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓને લેપટોપની જરીર હોય છે. જેથી કરીને સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના થકી વિદ્યાર્થી ઘરે બેઠા પણ ઓનલાઇન શિક્ષણ મેળવી શકે. આદિજાતિ નિગમની આ યોજના અંગેની જાણકારી આ પ્રમાણે છે.
વિગત | માહિતી |
---|---|
યોજનાનું નામ | લેપટોપ સહાય યોજના |
લક્ષ્યાંકિત લાભાર્થીઓ | કોલેજના વિદ્યાર્થીઓ |
પાત્રતા | 1. ગુજરાત રાજ્યના રહેવાસી 2. સરકારી માન્યતા પ્રાપ્ત કોલેજમાં પ્રવેશ 3. કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી |
લાભ | નાણાકીય સહાય |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે |
જરૂરી દસ્તાવેજો | 1. આધાર કાર્ડ 2. બેંક પાસબુક 3. આવકનો દાખલો 4. કોલેજ પ્રવેશ પત્ર 5. છેલ્લી પરીક્ષાની માર્કશીટ |
અમલીકરણ વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
યોજનાનો હેતુ | ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવું અને વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે જોડવા |
વિદ્યાર્થી લેપટોપ સહાય યોજનાની પાત્રતા
જે પણ લોકો આ લેપટોપ સહાય યોજનામાં લેપટોપ કે કમ્પ્યુટર મેળવવા માંગતા હોય તેઓમાં અમુક પાત્રતા હોવી જરૂરી છે. આ પાત્રતાના આધાર પર જ તમે લેપટોપ માટે સહાય મેળવી શકો છો. લેપટોપ સહાય યોજનાના માપદંડો નીચે મુજબ આપેલ છે.
- વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- ધોરણ 12 પછી કોઈપણ ડિગ્રી/ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.
- વિદ્યાર્થીએ અગાઉ આ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
- સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
- વિધાર્થી પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- લાભાર્થીની ઉમર 18 થી 30 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિના પરિવારમાં કોઈ પાસે સરકારી નોકરી ના હોવી જોઈએ.
- વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા જનજાતિનો હોવો જોઈએ.
વિધાર્થી સહાય યોજના માટેના દસ્તાવેજો
સરકારી યોજનાઓના લાભ લેવા માટે તેઓ પુરાવા માંગતા હોય છે. પુરાવા રૂપે અરજદાર તરફથી અનેક પ્રકારના દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે.
વિધાર્થીઓ માટેની આ યોજનાના દસ્તાવેજોની સંપૂર્ણ જાણકારી અમે અહીં દર્શાવી છે. જેના આધાર પર યોજનાની અરજી કરી શકાય છે.
- અરજી ફોર્મ
- આધાર કાર્ડ
- શાળા/કોલેજનું બોનાફાઇડ સર્ટિફિકેટ
- ધોરણ 12ની માર્કશીટ
- આવકનો દાખલો
- બેંક પાસબુકની નકલ
- જાતિનું પ્રમાણપત્ર
- રેશન કાર્ડ અથવા લાઇટ બિલ
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- ઉંમરનો પુરાવો
- વિદ્યાર્થીનું સોગંદનામું
- કમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
લેપટોપ સહાય યોજનાના લાભ
દરેક સરકારી કલ્યાણકારી યોજનાની જેમ આ યોજનાથી પણ ઘણો લાભ થઇ શકે છે. આ યોજના વિધાર્થીઓ માટે ખાસ બનાવવામાં આવી છે. લેપટોપ સહાય યોજનાના મુખ્ય લાભોની માહિતી આ પ્રમાણે છે.
- વિદ્યાર્થીઓને મફત લેપટોપ અથવા ટેબલેટ આપવામાં આવે છે.
- ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન મળે છે.
- ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાભ મળે છે.
- આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદ મળે છે.
- ટેક્નોલોજી સાથે વિદ્યાર્થીઓને પરિચિત કરે છે.
લેપટોપ સહાય યોજના માટેની અરજી પ્રક્રિયા
મફતમાં લેપટોપ વિતરણ અંગેની આ યોજનાને લઈને વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે તેઓ જાણવા માંગતા હોય છે, કે અરજી પ્રક્રિયા કેવી રીતે કરી શકાય. તો અમે અહીં તેની સંપૂર્ણ માહિતી દર્શાવી છે. લેપટોપ સહાય યોજનાની અરજી પ્રક્રિયા અહીં રજૂ કરી છે.
- અરજી ફોર્મ મેળવવું: શાળા/કોલેજ અથવા સરકારી વેબસાઇટ પરથી.
- ફોર્મ ભરવું: તમામ વિગતો સાચી અને સંપૂર્ણ ભરવી.
- દસ્તાવેજો એકત્રિત કરવા: જરૂરી તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો તૈયાર કરવા.
- અરજી જમા કરાવવી: ભરેલું ફોર્મ અને દસ્તાવેજો સાથે શાળા/કોલેજ અથવા નિયુક્ત સરકારી કચેરીમાં જમા કરાવવા.
- પહોંચ મેળવવી: અરજી જમા કરાવ્યાની પહોંચ મેળવવી.
- વેરિફિકેશન: અધિકારીઓ દ્વારા અરજી અને દસ્તાવેજોની ચકાસણી.
- મંજૂરી પ્રક્રિયા: યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી.
- જાણ: પસંદ થયેલા ઉમેદવારોને જાણ કરવામાં આવે.
- લેપટોપ વિતરણ: મંજૂર થયેલા લાભાર્થીઓને લેપટોપ આપવામાં આવે.
આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે અને વિભાગ અનુસાર થોડા ફેરફાર હોઈ શકે છે. અરજદારોએ નિયમિતપણે તેમની અરજીની સ્થિતિ તપાસતા રહેવું જોઈએ.
યોજનામાં કેવા લેપટોપ મળે છે
સૌ કોઈના મનમાં એ જાણવાની ઉત્સુકતા હશે કે સરકારી યોજના અંતગર્ત કેવા લેપટોપ મળતા હશે. તો તમને જણાવી દઇયે કે આ લેપટોપ બજારમાં મળતા એક સામાન્ય લેપટોપ જેવા જ હોય છે.
જેમાં તમે રોજબરોજના જરૂરી કર્યો અને શિક્ષણ મેળવી શકો છો. સરકાર ઈચ્છે છે કે દરેક વિદ્યાર્થી 2024 માં ડિજિટલ યુગથી પરિચિત રહે અને પોતાનો વિકાસ કરે, તે માટે જ આ યોજના બનાવવામાં આવી છે.
યોજનામાં મળતા લેપટોપમાં તમને 1 વર્ષની વોરંટી પણ જોવા મળશે, જેથી કરી લેપટોપ ખરાબ થતા તેને મફતમાં તમે સરખું કરાવી શકો છો. હજારો વિદ્યાર્થીઓ આ યોજનાઓ લાભ મેળવી ચુક્યા છે, હવે તમારી વારી.
મહત્વના પ્રશ્નો (FAQ)
દેશની સરકાર પોતાની પ્રજાના કલ્યાણ માટે અત્યાધિક યોજનાઓ બનાવતી રહે છે. આવી યોજનાને લઈને લોકો પણ ઘણા ઉત્સાહી જોવા મળે છે. આ વિષયને અનુલક્ષીને લોકોમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી મુખ્ય સવાલોના ઉત્તર અહીં આપ્યા છે.
(1) લેપટોપ સહાય યોજના શું છે, તેની માહિતી આપો?
વિધાર્થીઓને મફતમાં શિક્ષણ માટે લેપટોપ ફાળવાતી આ એક પ્રકારની સરકારી યોજના છે. એ અંતર્ગત દરેક વિધાર્થી આધુનિક યુગના શિક્ષણ સાથે સંપર્ક સાધી શકે.
(2) ક્યાં વિધાર્થીઓને લેપટોપ સહાય યોજનાનો લાભ મળે છે?
ઓછી આવક મર્યાદા ધરાવતા અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની આશા રાખતા દેશના તમામ નીચલા વર્ગના વિધાર્થી ભાઈઓ અને બહેનો આનો લાભ લઇ શકે છે.
(3) કેટલી ઉંમરના લોકો આ યોજના અંગે અરજી કરી શકે છે?
18 થી 30 વર્ષની ઉંમર ધરાવતા વિધાર્થી મિત્રો આ યોજના અંગેની અરજી કરવા માટે સક્ષમ ગણાય છે.
(4) લેપટોપ અને કમ્પ્યુટર સહાય યોજનાના પાત્રતા માપદંડ શું છે.
લેપટોપ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ અનુસૂચિત જાતિ તથા જનજાતિનો ઓછી આવક ધરાવતો વિધાર્થી હોવો જોઈએ.
(5) ક્યાં વિધાર્થીઓ લેપટોપ સહાય માટે યોગ્ય ગણાય છે?
જે વિધાર્થીઓએ તાજેતરમાં ધોરણ 12 પૂર્ણ કર્યું હોય અને કોલેજમાં એડમિશન લીધું હોય તે આ યોજના માટે યોગ્ય ગણાય છે.
આશા કરુ છુ લેપટોપ સહાય યોજના અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો તેને અન્ય લોકો સુધી પણ જરૂર પહોંચાડો.