ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના | Kisan Parivahan Yojana

ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના | Kisan Parivahan Yojana

ભારત એક ખેતીપ્રધાન દેશ છે, અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી છે. તેથી આપણી સરકાર સમયાંતરે કૃષિ લક્ષી અનેક યોજનાઓ શરૂ કરે છે. તેમાંથી એક છે કિસાન પરિવહન યોજના.

દેશના અમુક ખેડૂતો અત્યંત ધનવાન છે તો અમુક પાસે જરૂરિયાત પુરી કરવા માટે પણ જરૂરી નાણાં હોતા નથી. તેથી ગરીબ ખેડૂતોને ધ્યાનમાં રાખતા આ લાભકારી યોજના બનાવવામાં આવી છે.

ગરીબી રેખા હેઠળ જીવતા કૃષિ વર્ગને ધ્યાનમાં રાખતા બનેલી આ યોજનામાં વાહન ખરીદવા અંગે ખેડૂતોને નાણાંકીય સહાય આપવામાં આવતી હોય છે. જે થકી તે પોતાનું વાહન ખરીદી પરિવહન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે.

પરિવહન માટેના આ સાધન દ્વારા ખેડૂતો સરળતાથી અનાજને જે તે સ્થળે લઇ જઈ શકે છે. સાથે જ આ વાહન દ્વારા ખેડૂતો પોતાનો સમય બચાવીને સાધનમાં જ અનાજ, શાકભાજી તથા અન્ય ચીજ વસ્તોનું વેચાણ કરી શકે છે.

સરકાર દ્વારા આ માટે 50થી 75 હજાર રૂપિયા સુધીની સબસિડી પણ ફાળવવામાં આવે છે. જેના થકી ગરીબીમાં જીવન વિતાવી રહેલા ખેડૂતોને પણ પોતાના અનાજ પરિવહન માટે એક સારા વાહનની વ્યવસ્થા મળી શકે.

ગુજરાત કિસાન પરિવહન યોજના

દેશનો એક મોટો વર્ગ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. આપણા ભારતીય અર્થતંત્રમાં પણ કૃષિ ક્ષેત્રનો મોટો ફાળો રહેલો છે. જેથી સરકાર આ વર્ગના લોકો પર એક વિશેષ રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે.

કિસાનોને મદદ કરવા તથા દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે સરકાર તરફનો આ એક સફળ પ્રયાસ છે. જેને ખેડૂત પરિવહન યોજના નામ આપવામાં આવ્યું છે.

જ્યારથી આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ લોકોમાં આ યોજનાને લઈને ઘણો ઉત્સાહ હતો. યોજના શરૂ થઇ ત્યારથી લઈને અત્યાર સુધી આપણા રાજ્યના લાખો લોકો આનો લાભ મેળવી ચુક્યા છે.

ગરીબ વર્ગના તથા પછાત અને નીચલી જાતિ વાળા ખેડૂતોને આ યોજના માટે પ્રાધાન્ય આપવામાં આવે છે. જેઓ પાસે યોગ્ય નાણાં હોતા નથી ફક્ત તેવા લોકો જ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાય છે.

દરેક વર્ણના મહિલા તથા પુરુષ કિસાન બંને આ યોજના અંગેની અરજી કરી શકે છે. પણ આ યોજના માટે કૃષિ પાસે લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે.

કિસાન પરિવહન યોજનાની પુરી માહિતી

રાજ્યના કૃષિ અને પરિવહન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક લાભકારી અને લોકપ્રિય યોજના છે. જેનો લાભ અત્યાર સુધી અનેક લોકો મેળવી ચુક્યા છે.

જો તમે પણ આ યોજના માટે અરજી કરવા ઇચ્છુક હોય તો અમુક જાણકારી મેળવી લેવી જરૂરી છે. આવી જ ઉપયોગી માહિતીના આધાર પર નીચે દર્શાવેલું ટેબલ બનાવ્યું છે.

વિગતમાહિતી
યોજનાનું નામકિસાન પરિવહન યોજના
લક્ષ્યાંકિત લાભાર્થીઓખેડૂતો, કૃષિ ઉત્પાદક સંગઠનો (FPO), સ્વ-સહાય જૂથો
યોજનાનો ઉદ્દેશ્યખેડૂતોને તેમની ઉપજના પરિવહન માટે વાહન ખરીદવામાં આર્થિક સહાય
સહાયની રકમ• કુલ ખર્ચના 35% સુધી
• મહત્તમ રૂ. 3.5 લાખ સુધી
પાત્રતાના માપદંડ• ખેડૂત હોવાનો પુરાવો
• ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ
• 18 થી 60 વર્ષની વય
• આધાર કાર્ડ ધરાવતા હોવા જોઈએ
વાહનની શરતો• નવું વાહન હોવું જોઈએ
• વ્યાવસાયિક વાહન તરીકે નોંધણી
• કૃષિ ઉપજના પરિવહન માટે યોગ્ય
જરૂરી દસ્તાવેજો• આધાર કાર્ડ
• બેંક એકાઉન્ટની વિગતો
• 7/12 અને 8-અ
• ખેડૂત પુસ્તિકા
• ફોટો આઈડી પ્રૂફ
અરજી પ્રક્રિયા• ઓનલાઇન અરજી
• નજીકના સેવા કેન્દ્ર દ્વારા
• જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા
લાભ• પરિવહન ખર્ચમાં ઘટાડો
• સીધા બજારમાં વેચાણની તક
• આવકમાં વધારો
• સ્વ-રોજગારની તક
વિશેષ જોગવાઈઓ• મહિલા ખેડૂતોને પ્રાધાન્ય
• નાના અને સીમાંત ખેડૂતોને વિશેષ ધ્યાન
• SC/ST ખેડૂતોને વધારાની સહાય
મંજૂરીની પ્રક્રિયા• અરજીની ચકાસણી
• સ્થળ તપાસ
• જિલ્લા કક્ષાએ મંજૂરી
• સહાય રકમની ચૂકવણી

કિસાન પરિવહન યોજનાનો મુખ્ય હેતુ

કિસાન પરિવહન યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. આના થકી દેશના અર્થતંત્રને પણ વેગ મળે છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની કૃષિ ઉપજના પરિવહન માટે પોતાનું વાહન ખરીદવામાં મદદ કરવાનો છે. યોજના અંતર્ગત, સરકાર વાહનની કિંમતના 35% સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.

યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂત હોવો જરૂરી છે અને તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યોજના અંતર્ગત ખરીદવામાં આવતું વાહન નવું હોવું જરૂરી છે.

યોજનાના લાભાર્થીઓને તેમની ઉપજને સીધા બજારમાં લઈ જવાની તક મળે છે, જેનાથી વચેટિયાઓની જરૂરિયાત ઘટે છે અને ખેડૂતોને તેમની ઉપજનો વધુ સારો ભાવ મળે છે. પરિવહન ખર્ચમાં ઘટાડો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

કિસાન પરિવહન યોજના માટેની પાત્રતા

ખાસ કરીને દેશના ગરીબ વર્ગના કિસાન લોકોને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવેલી આ યોજનાના કેટલાક પાત્રતાના માપદંડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેના આધાર પર વ્યક્તિ યોજના માટે યોગ્ય છે કે નહીં તે જાણવામાં આવે છે.

જેટલા પણ ભાઈઓ અને બહેનો આ યોજના માટેનો લાભ લેવા માંગે છે. તો તેઓમાં નીચે દર્શાવેલા અમુક યોગ્યતા માપદંડો હોવા અનિવાર્ય છે. તેના પછી જ તમે અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

  • અરજી કરનાર વ્યક્તિ કાયમી ધોરણે ભારત દેશનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજ કરનારનું ખેતી સાથે જોડાયેલું હોવું અનિવાર્ય ગણાય છે.
  • વ્યક્તિની ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષથી વચ્ચેની હોવી જરૂરી છે.
  • સક્રિય રૂપે ખેતી અને ખેતી સંબંધી અન્ય પ્રવૃતિઓમાં જોડાયેલા હોવું જોઈએ.
  • પોતાની અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ.
  • ગામમાં ઓછામાં ઓછા 3 વર્ષથી રહેતા હોવા જોઈએ.
  • વ્યક્તિના પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ના હોવો જોઈએ.
  • વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 3 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • આ અગાઉ અરજદારે કોઈ પણ અન્ય સરકારી યોજનાનો લાભ ના લીધેલ હોવો જોઈએ.

ઉપરોક્ત યોગ્યતા માપદંડ ધરાવતી વ્યક્તિને આ યોજના માટે યોગ્ય ગણવામાં આવે છે. જો વ્યક્તિમાં આ પ્રકારના પાત્રતા માપદંડ ના હોય તો તે આ યોજનાનો લાભ લેવા માટે અયોગ્ય ગણાય છે.

કિસાન પરિવહન સેવા યોજનાના દસ્તાવેજો

ખેડૂતોને સાધન સહાય માટે નાણાકીય રકમ ફાળવાતી આ એક લાભકારી યોજના છે. જેમાં અરજી કરીને તમે વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી રૂપે એક મોટી નાણાકીય સહાય મેળવી શકો છો.

પરંતુ આ યોજના અંગેની અરજી કરવા માટે યોગ્ય પાત્રતાની સાથે સાથે અમુક ચોક્કસ દસ્તાવેજોની પણ જરૂર પડતી હોય છે. તેથી અહીં નીચે દર્શાવેલા દસ્તાવેજોને એકઠા કરી લેવા યોગ્ય છે.

  • આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ
  • આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી
  • અરજી કરનારનું ચૂંટણી કાર્ડ
  • વ્યક્તિનું પાન કાર્ડ
  • 7/12નો ઉતારો (છેલ્લા 6 મહિનાનો)
  • અરજદાર પાસેની ખેડૂત પુસ્તિકા
  • ખેતીની જમીનનો નકશો
  • કિસાન ક્રેડિટ કાર્ડની નકલ
  • છેલ્લા વર્ષની લેવડ-દેવડની વિગત
  • પાસબુકની નકલ
  • અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • સહી કરેલું સેલ્ફ ડેક્લેરેશન
  • ગ્રામ પંચાયતનો દાખલો
  • જાતિનું પ્રમાણપત્ર (SC/ST માટે)
  • વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
  • FPO/સહકારી મંડળીના સભ્યપદનો પુરાવો

અહીં દર્શાવેલા દસ્તાવેજોના આધાર પર ખેડૂત કિસાન પરિવહન સેવા યોજનાની અરજી પ્રક્રિયા પૂર્ણ થાય છે. આના દ્વારા લાભાર્થીની તમામ વિગતો સરકાર સુધી પહોંચે છે.

કિસાન પરિવહન યોજનાના મુખ્ય લાભ

મોટાભાગની દરેક સરકારી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશય એ જ હોય છે કે તે યોજના દ્વારા દેશના સામાન્ય લોકોને મદદ પહોંચી શકે. રાહત ફાળવાતી આ યોજનાનો લાભ અત્યાર સુધી અનેક ખેડૂતો લઇ ચુક્યા છે.

આ યોજના ખેડૂતોને માત્ર વાહન ખરીદવામાં જ નહીં, પરંતુ તેમના સમગ્ર આર્થિક અને સામાજિક વિકાસમાં મદદરૂપ થાય છે. યોજનાના લાભ અંગેની વિસ્તૃત જાણકારી અહીં દર્શાવેલ છે.

(1) આર્થિક લાભો

  • વાહનની કિંમતના 35% સુધીની સહાય
  • મહત્તમ રૂ. 3.5 લાખ સુધીની સબસિડી
  • વાહન ખરીદી પર વ્યાજ સહાય
  • પરિવહન ખર્ચમાં નોંધપાત્ર બચત

(2) પરિવહન સંબંધિત લાભો

  • પોતાના વાહનથી ઉપજનું સીધું પરિવહન
  • સમયસર માર્કેટ સુધી પહોંચવાની સુવિધા
  • પાક બગાડ ઘટાડવામાં મદદ
  • પરિવહન માટે અન્ય પર નિર્ભરતા ઘટે

(3) બજાર સંબંધિત લાભો

  • વિવિધ બજારોમાં ઉપજ વેચવાની તક
  • સારા ભાવ મેળવવાની તક
  • મધ્યસ્થીઓ પર નિર્ભરતા ઘટાડો
  • સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક

(4) આવક વૃદ્ધિ

  • વેચાણમાં વધારો
  • પરિવહન ખર્ચમાં ઘટાડો
  • વધુ નફાકારક વેચાણની તક
  • અતિરિક્ત આવકનું સર્જન

(5) સ્વ-રોજગારની તકો

  • અન્ય ખેડૂતોની ઉપજનું પરિવહન
  • નાના વેપાર માટે વાહનનો ઉપયોગ
  • પરિવારના સભ્યો માટે રોજગારી
  • આર્થિક સ્વાવલંબન

(6) વિશેષ લાભો

  • મહિલા ખેડૂતોને પ્રાધાન્ય
  • SC/ST ખેડૂતોને વધારાની સહાય
  • નાના અને સીમાંત ખેડૂતોને વિશેષ ધ્યાન
  • FPO/સ્વ-સહાય જૂથોને વધારાના લાભો

(7) અન્ય આનુષંગિક લાભો

  • વાહન વીમાની સુવિધા
  • તાલીમ અને માર્ગદર્શન
  • ટેકનિકલ સહાય
  • સરળ દસ્તાવેજીકરણ

(8) સામાજિક-આર્થિક લાભો

  • ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે
  • રોજગારીની તકોમાં વધારો
  • ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન
  • ખેડૂતોનું જીવનધોરણ સુધારે

સવાલ જવાબ (FAQ)

દરેક યોજનાની જેમ ખેડૂતો માટેની કિસાન પરિવહન યોજનાને લઈને પણ લોકોના મનમાં અનેક સવાલો છે. તેમાંથી ઉદ્ભવતા મુખ્ય સવાલોના જવાબ અમે અહીં નીચે દર્શાવ્યા છે.

(1) કિસાન પરિવહન યોજના શું છે તેની જાણકારી આપો?

ભારતીય કિસાનો માટે શરૂ કરવામાં આવેલી એક સરકારી સ્કીમને કિસાન પરિવહન યોજના કહેવામાં આવે છે. જે હેઠળ ખેડૂતોને પોતાનું વાહન ખરીદવા માટે સરકાર તરફથી નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે.

(2) કિસાન પરિવહન સેવા યોજનાનો મુખ્ય હેતુ શું છે?

ગરીબ કિસાનો પોતાના વાહન દ્વારા પાક તથા અનાજની હેર ફેર કરી શકે તે માટે આ યોજના બનાવવામાં આવી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો છે.

(3) ખેડૂત પરિવહન યોજના અંગેનો લાભ લઇ શકવા માટે કોણ સક્ષમ છે?

ગરીબી રેખા હેઠળ જીવન વિતાવી રહેલા ખેડૂતો કિસાન પરિવહન યોજનાનો લાભ લઇ શકવા માટે સક્ષમ ગણાય છે. અન્યથા આનો લાભ કોઈ પણ અન્ય વ્યક્તિ લઈ શકે નહીં.

(4) આ સહાય યોજના હેઠળ લાભાર્થીને કેટલી નાણાકીય રકમ પ્રાપ્ત થતી હોય છે?

ખેડૂતો માટેની ખાસ કિસાન પરિવહન સેવા યોજનામાં સાધનની કુલ રકમનો 35 ટકા જેટલો હિસ્સો સરકાર તરફથી ફાળવવામાં આવતો હોય છે.

(5) શું આ યોજના માટે મહિલા ખેડૂતો પણ અરજી કરી શકે છે?

હા, કિસાન સાધન પરિવહન યોજના માટે મહિલા ખેડૂતો પણ અરજી કરી શકે છે. યોજનામાં સ્ત્રીઓને વધારે પ્રાધાન્ય પણ આપવામાં આવે છે.

આશા કરુ છુ ખેડૂતો માટેની કિસાન પરિવહન યોજનાની જાણકારી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય જરૂરિયાત વાળા લોકો સુધી પણ જરૂર પહોંચાડો.

We will be happy to hear your thoughts

Leave a reply

Yojana Laabh
Logo