શિક્ષણ તથા બાળ કેળવણીને લઈને ગુજરાત એક સજાગ રાજ્ય ગણાય છે. તેથી અહીં નબળા વર્ગની વિદ્યાર્થીનીઓને ધ્યાનમાં રાખતા અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના બનાવવામાં આવી છે.
દેશમાં ઘણા એવા અલ્પ વિકસિત ક્ષેત્રો છે જેમાં કેળવણીનું પ્રમાણ ઘણું ઓછું છે. આવા અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતી બાળકીઓ માટે શિક્ષણ મેળવવું એ એક સપનું જ બનીને રહી જાય છે.
દેશની સરકાર આ યોજનાના પ્રયાસ દ્વારા કન્યા કેળવણી અને ડ્રોપ આઉટ પ્રમાણ અટકાવવાનો છે. યોજનાનો મુખ્ય હેતુ સમાજના પાછળ વર્ગો એટલે કે આદિવાસી સમાજની દીકરીઓને આગળ વધારવાનો છે.
ગુજરાત રાજ્યના અલ્પ સાક્ષર જિલ્લાઓ એટલે કે જેમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. તેવા તમામ જિલ્લાઓમાં આ યોજનાના અમલને લઈને એક વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આપણા ગુજરાત રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારથી આ યોજનાની શરૂઆત થઇ હતી. ત્યારથી લોકોને યોજના હેઠળ ઘણો ફાયદો પ્રાપ્ત થયો છે.
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના
અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ શિક્ષિત હોય તો જ નવા વિશ્વ સાથે તાદામ્ય સાધી શકે છે. પરંતુ અત્યારના સમયમાં પણ એવા કેટલાક વિસ્તારો છે જ્યાં કેળવણીનું પ્રમાણ અત્યંત નજીવું અથવા ઓછું છે.
આ યોજના હેઠળ કન્યાઓને દરેક સ્થાનિક સરકારી શિક્ષણ સંસ્થાઓ દ્વારા ધોરણ 1 થી 10 સુધી મફતમાં શિક્ષણની તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવે છે. સાથે જ તેમને જમવાનું, શુદ્ધ પાણી તથા રમત ગમત પણ ફાળવવામાં આવે છે.
સાથે સાથે કન્યા માટે વિશેષ શિષ્યવૃતિ અંગેની પણ જોગવાઈ કરવામાં આવે છે. આમ આદિજાતિની બાળકીઓની કેળવણી તરફ જવા માટેનો માર્ગ આ યોજના દ્વારા મોકળો થતો જોવા મળે છે.
વર્ષ 2008 થી આ યોજનાને શરૂ કરવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી લોકો દ્વારા આ યોજનાને ઘણો પ્રેમ અને સહકાર પ્રાપ્ત થઇ ચુક્યો છે. જેથી યોજના હજી સુધી સરકારી સ્કૂલોમાં કાર્યરત છે.
આ લાભકારી યોજના હેઠળ જો યોગ્ય રીતે કાર્ય થાય તો ઘણા જ ઓછા સમયમાં આપણા ગુજરાતના અલ્પ સાક્ષર જિલ્લાઓમાં પણ સાક્ષરતાનું પ્રમાણ વધી જશે. જેની હકારાત્મક અસર પણ જોવા મળે છે.
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાની સંપૂર્ણ માહિતી
સમયની સાથે આપણા રાજ્યમાં શિક્ષણ તથા કેળવણીને લઈને ઘણો સારો સુધારો આવી રહ્યો છે. આ પાછળ સરકારના ઘણા પ્રયાસો રહેલા છે. જેમાંથી એક અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના પણ છે.
ખાનગી શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓ સામાન્ય રીતે વધુ સુવિધાજનક અને ઓછી ખર્ચાળ છે. અલ્પ સાક્ષર કન્યા આદિજાતિ નિવાસી શાળા યોજનાની પુરી માહિતી અહીં કોષ્ટક સ્વરૂપે પ્રસ્તુત કરેલી છે.
વિગત | માહિતી |
---|---|
યોજનાનું નામ | અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના |
લક્ષ્યાંકિત જૂથ | • અલ્પ સાક્ષર વિસ્તારની કન્યાઓ • 11-14 વર્ષની વયજૂથની કન્યાઓ • શાળા છોડી દીધેલ કન્યાઓ |
શૈક્ષણિક સ્તર | ધોરણ 10 સુધી |
સુવિધાઓ | • મફત રહેવાની સુવિધા • મફત ભોજન • મફત શૈક્ષણિક સામગ્રી • યુનિફોર્મ • સ્વચ્છતા કિટ |
અભ્યાસક્રમ | • નિયમિત શિક્ષણ • કૌશલ્ય વિકાસ • જીવન કૌશલ્ય તાલીમ |
પ્રવેશ પાત્રતા | • અલ્પ સાક્ષર વિસ્તારમાં રહેતી કન્યાઓ • આર્થિક રીતે નબળા વર્ગની કન્યાઓ • શાળા છોડી દીધેલ કન્યાઓ |
જરૂરી દસ્તાવેજો | • જન્મનો દાખલો • રહેઠાણનો પુરાવો • આવકનો દાખલો • આધાર કાર્ડ |
અરજી પ્રક્રિયા | સ્થાનિક શિક્ષણ વિભાગ અથવા શાળા દ્વારા |
વધારાની સેવાઓ | • આરોગ્ય તપાસ • કારકિર્દી માર્ગદર્શન • વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો |
વાલી સહભાગિતા | • નિયમિત વાલી મીટિંગ • પ્રગતિ અહેવાલ • માર્ગદર્શન સત્રો |
શૈક્ષણિક સ્ટાફ | • તાલીમબદ્ધ શિક્ષકો • મહિલા વૉર્ડન • કાઉન્સેલર |
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાનો મુખ્ય હેતુ
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ છે, જે અલ્પ સાક્ષર વિસ્તારોમાં રહેતી કન્યાઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત 11થી 14 વર્ષની વયજૂથની કન્યાઓને નિવાસી શાળાઓમાં મફત શિક્ષણ આપવામાં આવે છે. યોજનનો મુખ્ય હેતુ રાજ્યનો શિક્ષણ વિકાસ આંક એટલે કે સાક્ષરતા દર વધારવાનો છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાંથી આવતી કન્યાઓને શિક્ષણની તક પૂરી પાડવાનો છે, જ્યાં સાક્ષરતા દર ઓછો છે અથવા જે કન્યાઓએ કોઈ કારણસર શાળા છોડી દીધી છે.
આ નિવાસી શાળાઓમાં કન્યાઓને માત્ર શૈક્ષણિક સુવિધાઓ જ નહીં, પરંતુ સંપૂર્ણ રહેવા-જમવાની સુવિધાઓ પણ મફતમાં પૂરી પાડવામાં આવે છે. સાથે જ યુનિફોર્મ પણ આપવામાં આવે છે.
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના માટેના પાત્રતા માપદંડ
આમ તો દરેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે વ્યક્તિમાં કોઈને કોઈ યોગ્યતા માપદંડ હોવા અનિવાર્ય છે. પણ આવી યોજનાઓ માટે કોઈ ચોક્કસ યોગ્યતા ધોરણો નક્કી કરવામાં આવ્યા નથી.
પણ આ યોજનાની તમામ સર્વ સામાન્ય શૈક્ષણિક બાબતોને ધ્યાનમાં રાખતા અમુક પાત્રતા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેની સંપૂર્ણ જાણકારી અહીં નીચે દર્શાવવામાં આવેલી છે.
- લાભ લેનાર બાળકી પાસે ભારત દેશની કાયમી નાગરિકતા હોવી જરૂરી છે.
- કન્યાની વય 11 થી લઈને 14 વર્ષની આસપાસ હોવી જોઈએ.
- શાળા છોડી દીધેલ કન્યાઓને પણ આના માટે યોગ્ય ગણવામાં આવે છે.
- અનિયમિત શાળા અભ્યાસવાળી કન્યાઓ તથા કદી શાળામાં ન ગયેલી કન્યાઓ પણ યોગ્ય છે.
- આમાં સામાજિક-આર્થિક પછાત વિસ્તારની કન્યાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારની બાળકીઓ આ યોજના હેઠળ યોગ્ય ગણાય છે.
- ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની કન્યાઓ તથા નિરાધાર કન્યાઓ પણ યોજનાનો લાભ લઇ શકે છે.
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાના લાભ
શિક્ષણ જગતને લઈને આપણા દેશની સરકાર ઘણી સજાગ છે. જેથી સમય સમયાંતરે શિક્ષણના વિકાસ માટે અનેક યોજનાઓ બહાર પાસે છે. જેથી દેશની આવનારી પેઢી સુશિક્ષિત બને.
સાક્ષરતાને લઈને સ્ત્રીઓને સજાગ કરતી આ એક સમાજમાં હકારાત્મક પરિણામ લાવનારી યોજના છે. અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાના લાભની જાણકારી આ પ્રમાણે છે.
(1) સાક્ષરતા દરમાં વધારો
સારુ શિક્ષણ હોય તો લોકોને આગળ જતા બેરોજગારી કે ગરીબીનો સામનો કરવો પડતો નથી. તેથી સુયોગ્ય શિક્ષણ એ આવનારી પેઢીના લોકો માટે એક મહત્વનું પરિબળ ગણાય છે.
રાજ્યના સાક્ષરતા દરમાં પણ વધારો જોવા મળે છે. અહીં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર ઓછો ગણાય છે. પરંતુ યોજનાના કારણે મહિલા સાક્ષરતા દરમાં પણ વધારો નોંધાય છે.
(2) મહિલા સશક્તિકરણ માટે
નારી કેળવણીને લઈને સરકાર દ્વારા વર્ષોથી અનેક પ્રકારની યોજનાઓ ઘડવામાં આવતી હોય છે. બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત ઘણા કુમારિકાઓના સ્વ વિકાસ માટેના કાર્યો પણ કરવામાં આવે છે.
આ યોજના પણ રાજ્યના મહિલા સશક્તિકરણને વેગ આપનારી ગણાય છે. જે હેઠળ બાલિકાઓને મફતમાં શિક્ષણ સહિતની અનેક જરૂરિયાતો પણ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.
(3) આદિજાતિનો વિકાસ થાય છે
ગામડાઓ તથા દૂર દૂરના વિસ્તારોમાં વસવાટ કરતી આદિજાતિ તથા પછાત જાતિની સ્ત્રીઓ મોટી સંખ્યામાં શિક્ષણથી પછાત રહી જતી હોય છે. એવી સ્ત્રીઓ માટે આ યોજના એક વરદાન રૂપ સાબિત થઇ છે.
સાથે જ ગરીબ વર્ગની પછાત જાતિની મહિલાઓના શિક્ષણમાં પણ વધારો થાય છે. આમ આદિજાતિની બાળકીઓ જે શિક્ષણથી વંચિત રહી ગયેલ છે તેઓ માટે આ યોજના લાભકારી છે.
(4) આવનારી પેઢી માટે લાભકારી
હવે આગળનો આવનારો જમાનો નવી નવી ટેકનોલોજીથી ભરપૂર હશે. આવા સમયે જો લોકો શિક્ષણથી વંચિત અને અજ્ઞાનતા ધરાવતા હશે તો તેઓ એ જમાનાથી પાછળ રહી જશે.
આ ઘટનાને ટાળવા માટે અત્યારથી નાની નાની ઉંમરની બાળકીઓને શિક્ષણ આપવું જરૂરી છે. જેના કારણે આપણી આવનારી પેઢી સુશિક્ષિત અને નવા જમાના સાથે મેળ બેસાડતી બની રહે.
(5) મફત શૈક્ષણિક સુવિધાઓ
અલ્પ સાક્ષર જ્ઞાન કન્યા નિવાસી શાળા યોજના હેઠળ કેટલીક મફત શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે. જેમાં રહેવા, જમવા, શુદ્ધ વાતાવરણ, સારા શિક્ષકો, પુસ્તકો, યુનિફોર્મ આરોગ્ય તપાસ જેવી તમામ સુવિધાઓ મળતી હોય છે.
મહિલા સુરક્ષા માટે અહીં વૉર્ડન તથા વોચમેનની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન દ્વારા કન્યાઓ અહીં ગુણવત્તા ભર્યું શિક્ષણ મેળવીને આગળ વધી શક્તી હોય છે.
સવાલ જવાબ (FAQ)
સાક્ષરતા દરને સુધારવા તે સરકાર દ્વારા જાત ભાતના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ પ્રયાસોમાંથી એક છે અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના જેને લઈને લોકોમાં ઘણા સવાલ છે.
આ યોજના અને ઉદ્ધભવતા અનેક સવાલોમાંથી મુખ્ય પ્રશ્નોના જવાબ અહીં દર્શાવવામાં આવ્યા છે. જો તમને કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો.
(1) અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના શું છે તેની માહિતી આપો?
ગુજરાત રાજ્યના એવા ઘણા જિલ્લાઓ છે જ્યાં સ્ત્રી સાક્ષરતા પ્રમાણ નીચું છે. આને ધ્યાનમાં રાખતા અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના ઘડવામાં આવી છે.
(2) અલ્પ સાક્ષર કન્યા ગુજરાત નિવાસી શાળા યોજના હેઠળ કોને લાભ મળવા પાત્ર છે?
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી આદિજાતિની મહિલા વિદ્યાર્થીનીઓને મળવા પાત્ર ગણાય છે.
(3) અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના અંતર્ગત શું ફાયદાઓ મળતા હોય છે?
અલ્પ સાક્ષર કુમારિકા નિવાસી શાળા યોજના હેઠળ કન્યાઓને ઘણા લાભ પ્રાપ્ત થતા હોય છે. જેમાં મફતમાં શિક્ષણ તથા રહેવા અને જમવા જેવી મુખ્ય સુવિધાઓ મળતી હોય છે.
(4) ગુજરાતની અલ્પ સાક્ષર કન્યા વિદ્યાર્થીની નિવાસી શાળા યોજનાનો મુખ્ય હેતુ શું છે?
અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિની કન્યાઓનો વિકાસ અને આપણા પછાત જિલ્લાઓનો મહિલા સાક્ષરતા દર વધારવાનો છે.
(5) ક્યાં પ્રકારની શાળાઓમાં અલ્પ સાક્ષર વિદ્યા નિવાસી શાળા યોજનાનો લાભ મળી શકે છે?
દરેક પ્રકારની સરકાર દ્વારા સંચાલિત ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાંથી લાભાર્થી આ યોજના અંગેનો લાભ મેળવી શકે છે.
આશા કરુ છુ અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજના અંગેની સંપૂર્ણ જાણકારી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા પણ વિનંતી.