EWS આવાસ યોજનામાં મેળવો પોતાનું ઘર | EWS Awas Yojana 2024

EWS આવાસ યોજનામાં મેળવો પોતાનું ઘર | EWS Awas Yojana 2024

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે આ આવાસ યોજના બનાવવામાં આવી છે. યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબી નીચે જીવતા લોકોને પણ પોતાનું ઘર મળી રહે.

ઇડબ્લ્યુએસ નામની આ આવાસ યોજનામાં લાભાર્થીને ખુબ જ ઓછા દરે વ્યાજ આપવામાં આવે છે. જે લોકો ગુજરાતના નાગરિક છે, તેઓ તમામ આ યોજનાનો લાભ લઇ શકે છે.

ગુજરાત રાજ્યનું અમદાવાદ એક મહાનગર છે, જ્યાં ઓછા ભાવોમાં ઘરો મળતા જ નથી. આથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર ખરીદવા માટે સક્ષમ હોતા નથી.

પરંતુ આ યોજના અંતર્ગત દેશના ગરીબોને પણ સરળતાથી ઘર મળી શકે છે. આ માટે સરકાર દ્વારા ઓછા દામોમાં મળતા ઘરોને પણ તૈયાર કરવામાં આવ્યા છે.

EWS Awas Yojana 2024

આ યોજનાનું પૂરું નામ ઇકોનોમિકલી વિકર સેક્શન્સ આવાસ યોજના છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગને આર્થિક સહાય યોજનામાં લોન ફાળવવામાં આવે છે.

દેશની મોટાભાગની વસ્તી ગરીબ છે, તેથી તેઓ પોતાનું પાક્કુ રહેઠાણ બનાવી શકતા નથી. જે લોકો પોતાનું સસ્તા દામે ઘર બનાવવા માંગતા હોય તેઓ માટે આ યોજના ખાસ છે.

જે કુટુંબોની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરતા ઓછી હોય તેવા પરિવારો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનું અમલીકરણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે.

અમુક લોકો એવા હોય છે કે જેમની પાસે પોતાની કે પોતાના કુટુંબની કોઈ પણ પ્રકારની કૌટુંબિક મિલ્કત કે જમીન હોતી નથી. ફક્ત આવા લોકો જ આ યોજનાનો લાભ લઇ શકે છે.

યોજનામાં સરકાર તરફથી લોન માટે ઓછા વ્યાજદરે સબસીડી મળતી હોય છે. સાથે જ આવાસ ફાળવણી માટે ચોક્કસ માર્ગદર્શિકા અનુસાર પસંદગી કરવામાં આવે છે.

અહીં મળતી આવાસ સુવિધાઓમાં પાણી, વીજળી, ગેસ, સફાઈ વગેરેનું ધ્યાન પણ રાખવામાં આવે છે. તેથી કહી શકાય કે આ યોજના થકી તમને એક સુવિધાજનક અને સારુ મકાન પ્રાપ્ત થાય છે.

EWS આવાસ યોજનાની મુખ્ય જાણકારી

જેટલા પણ લોકો આ યોજનાનો લાભ લેવા માંગતા તેઓએ સૌથી પહેલા આ યોજનાની ઉપયોગી જાણકારી લઇ લેવી જોઈએ. તેથી કરીને તમે આ યોજના અંગે સંપૂર્ણ રીતે માહિતગાર થઇ જાવ. ઇકોનોમિકલી વિકર સેક્શન્સ આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી અહીં દર્શાવેલી છે.

ફકરોવિગત
યોજનાનું નામઇકોનોમિકલી વિકર સેક્શન્સ (ઇ.ડબ્લ્યુ.એસ.) આવાસ યોજના
ઉદ્દેશ્યનાના અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે સુલભ આવાસ
લાભાર્થીઓઇકોનોમિકલી વિકર સેક્શન્સ (ઇ.ડબ્લ્યુ.એસ.) વર્ગના પરિવારો
પાત્રતા ધોરણોવાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી હોવી જોઇએ
સહાય રકમપ્રત્યેક લાભાર્થી પરિવાર માટે રૂ. 2.5 લાખ સુધી
આવાસ ક્ષેત્રફળ30 ચો.મી.થી 60 ચો.મી. સુધી
અમલીકરણગુજરાત સરકાર દ્વારા
અન્ય વિગતોઆવાસ માટે ખેતી લાયક જમીન પણ ફાળવવામાં આવશે

EWS આવાસ યોજના માટેની પાત્રતા

જો તમે યોગ્ય પાત્રતા ધરાવતા હશો તો જ આ યોજનાનો લાભ મળી શકશે. અન્યથા તમે આ યોજનાનો લાભ મેળવી સકતા નથી. યોજનામાં માટે નીચેની પાત્રતા હોવી જરૂરી જરૂરી છે.

  • વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી હોવી જોઈએ.
  • પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું પૂરતું આવાસ ન હોવું જોઈએ.
  • પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
  • પરિવારમાં કોઈ પણ સભ્ય રાજકીય પક્ષનો સભ્ય ન હોવો જોઈએ.

શ્રવણ તીર્થ દર્શન યોજના 2024

EWS આવાસ યોજના માટેના જરૂરી દસ્તાવેજો

અનેક પ્રકારની સરકારી આવાસ યોજનાની જેમ આમાં પણ તમારે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. આ ડોક્યુમેન્ટ્સના આધાર પર તમે સરળતાથી યોજનાં અંગેની અરજી કરી શકો છો.

ગુજરાતમાં EWS આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓએ સબમિટ કરવાના કેટલાક મહત્વના દસ્તાવેજો નીચે મુજબ છે:

(1) અરજી ફોર્મ

  • પૂર્ણ કરેલો અરજી ફોર્મ
  • અરજદારના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

(2) આવક પ્રમાણપત્ર

  • અરજદાર અને તેના પરિવારના સભ્યોની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • આ પ્રમાણપત્ર નવું અને સરકારી વિભાગનું હોવું જોઈએ

(3) જાતિ પ્રમાણપત્ર

  • અરજદારનો જાતિ પ્રમાણપત્ર
  • અનુસૂચિત જાતિ તથા જનજાતીનું

(4) રહેઠાણનું પ્રમાણપત્ર

  • અરજદારના રહેઠાણનું પ્રમાણપત્ર
  • ક્યાં રહે છે તેના પુરાવા માટે

(5) આધાર કાર્ડ

  • અરજદારનું આધાર કાર્ડ
  • વ્યક્તિની ઓળખ કરવા માટે

(6) બેંક પાસબુક

  • અરજદારના બેંક ખાતાનું પાસબુક
  • લોનના ખાતા માટે જરૂરી

(7) માલિકી પુરાવા

  • અરજદારના નામે જમીન અથવા મકાનની માલિકીનો પુરાવો
  • તેની આર્થિક પરિસ્થિતિ જાણવામાં આવશે

(8) લાભ માટેની શરતો

  • આવક મર્યાદા, જમીન અથવા મકાનની માલિકી જેવી શરતોનું પાલન કરવાનું પ્રમાણપત્ર
  • જેના આધાર પર જણાય છે કે લોન માટે વ્યક્તિ યોગ્ય છે કે નહીં.

EWS આવાસ યોજનાના મુખ્ય લાભ

ગરીબોને આવાસ ફાળવાતી આ યોજનાનો લાભ અનેક લોકો લઇ ચુક્યા છે. યોજના થકી તમને બેન્કમાંથી બહુ જ નજીવા વ્યાજદરે લોન આપવામાં આવે છે. EWS આવાસ યોજના થકી મળતા ફાયદાઓની યાદી આ પ્રમાણે છે.

  • ગરીબ પરિવારોને સસ્તા અને ગુણવત્તાવાળા આવાસ પૂરા પાડવામાં આવે છે.
  • આવાસ બાંધકામ માટે સરકારી આર્થિક મદદ મળે છે.
  • આ પ્રકારની લોન પર આપણને સબસિડીનો લાભ મળે છે.
  • ગુણવત્તા અને માળખાગત સુવિધાઓ ધરાવતા આધુનિક ઘરો પૂરા પાડવામાં આવે છે.
  • આ યોજના અંતર્ગત આવાસની માલિકી લાભાર્થીને આપવામાં આવે છે.
  • આવાસ ખર્ચમાં ટકાવારી આધારે સરકારી સહાય મળે છે.
  • એકવાર આવાસ પૂર્ણ થયા પછી લાભાર્થી પાસે તેના માટે ચૂકવવાનો બાકી રહેતો ભાગ કરજ તરીકે વસુલવામાં આવે છે.
  • આ યોજનામાં લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે વિવિધ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

EWS આવાસ યોજનાની અરજી પ્રક્રિયા

ઘણા લોકો એવા હોય છે કે જે યોજનામાં અરજી કરવા માંગતા હોય છે. પરંતુ યોગ્ય માહિતીના અભાવે તેઓ આ પ્રક્રિયા કરી શકતા નથી. આ માટે અમે આ યોજનાની મુખ્ય અરજી પ્રક્રિયા અહીં દર્શાવી છે.

EWS આવાસ યોજના અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા અંગેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે. જેનાથી અરજી કેવી રીતે કરવાની છે તેની જાણકારી મળી રહેશે.

  • સ્થાનિક પંચાયત કચેરી અથવા શહેરી વિકાસ વિભાગના કાર્યાલયમાંથી અરજી ફોર્મ મેળવો.
  • અરજીમાં તમારા પરિવારની વિગતો, આવક, સ્થળ, જરૂરિયાત વગેરેની માહિતી ભરો.
  • જરૂરી આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવક પ્રમાણપત્ર અને અન્ય લાગુ પડતા દસ્તાવેજો સાથે જોડો.
  • અરજીને સ્થાનિક અધિકારી કે જે આ યોજના માટે જવાબદાર છે તેમને સબમિટ કરો.

PM Vishwakarma Yojana 2024

સવાલ અને જવાબ (FAQ)

EWS આવાસ યોજનાને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અમે અહીં દર્શાવ્યા છે.

(1) EWS આવાસ યોજના શું છે?

EWS આવાસ યોજના એ ગુજરાત સરકારની એક યોજના છે, જેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સસ્તા અને ગુણવત્તાયુક્ત આવાસ પૂરા પાડવાનો છે.

(2) યોજના હેઠળ કોને લાભ મળે છે?

આ યોજના હેઠળ એ લોકોને લાભ મળે છે, જેમની વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે અને તેઓ આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા હોય.

(3) યોજના હેઠળ કેવા પ્રકારની સહાય મળે છે?

યોજના હેઠળ લાભાર્થીઓને અર્થ સહાય, કરજ સહાય, સર્વિસ સહાય જેવી વિવિધ પ્રકારની સહાયતા મળે છે. તેમજ સસ્તા અને ગુણવત્તાયુક્ત આવાસની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે.

(4) યોજના માટે કેવી પ્રક્રિયા અને દસ્તાવેજો જરૂરી છે?

યોજનાનો લાભ મેળવવા માટે અરજીપત્ર ભરવું પડે છે. તેમાં આવાસ પ્રોજેક્ટના દસ્તાવેજો, આવકના પુરાવા, સ્થાનિક પ્રાધિકરણનું પ્રમાણપત્ર વગેરે જરૂરી હોય છે.

(5) યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય?

યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કરી વિગતવાર માહિતી મેળવી શકાય છે. તેમજ ઓનલાઇન અરજી પણ કરી શકાય છે.

આશા કરુ છુ EWS આવાસ યોજના અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પણ આને પહોંચાડવા વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply

Yojana Laabh
Logo