
વૃદ્ધાવસ્થામાં પ્રવેશતા વ્યક્તિઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. સરકાર દ્વારા આવા વૃદ્ધો માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે, તેમાંથી એક છે શ્રવણ તીર્થ દર્શન યોજના.
ભારતમાં રહેતા મોટાભાગના વૃદ્ધોની એવી ઈચ્છા હોય છે કે, તેઓ તીર્થ યાત્રા કરે. આ દરમિયાન તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વના સ્થળોની મુલાકાત લે છે.
પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ એ છે, કે વરિષ્ઠ નાગરિકોને પણ ધાર્મિક યાત્રાનો સુખદ અનુભવ મળે.
આ યોજના દ્વારા દેશના પર્યટનને પણ પ્રોત્સાહન મળતું હોય છે. યોજના દ્વારા 50% યાત્રા ખર્ચની સબસીડી અપાય છે. રાજ્ય પરિવહન નિગમ આની સંભાળ કરે છે.
જે વ્યક્તિઓની ઉમર 60 વર્ષથી ઉપર હોય તેઓને આ પ્રકારનો લાભ આપવામાં આવતો હોય છે. ગુજરાતના ધાર્મિક સ્થળોની જે લોકો મુલાકાત લેવા માંગતા હોય તેઓ માટે આ પ્રકારની યોજના ખાસ છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના 2024
ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમને ધ્યાનમાં રાખતા આ યોજનાનું નિર્માણ થયું છે. યોજના થકી ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવા મળે છે.
આ યાત્રા માટે ટ્રેન અથવા બસની વ્યવસ્થા કરવામાં આવે છે. યોજનામાં એક વાર વધુમાં વધુ 30 લોકો એક પ્રવાસ પર જઈ શકતા હોય છે.
વિભિન્ન ધાર્મિક સ્થળો પર જવાની ઈચ્છા રાખતા લોકો માટે આ યોજના ખાસ છે. મળતી માહિતી મુજબ યોજનામાં પ્રવાસન દિવસો 4 થી 5 જેટલા હોય છે, જો કે સંખ્યામાં ફેરફાર પણ હોઈ શકે.
જરૂરી દસ્તાવેજોના આધાર પર અરજી કરવાની પ્રક્રિયા સરળ બનતી હોય છે. હિન્દૂ ધર્મની શ્રદ્ધા રાખતી દરેક વૃદ્ધ વ્યક્તિ આ યોજનામાં અરજી કરી શકે છે.
શ્રવણ તીર્થ દર્શન યોજનાની સંપૂર્ણ માહિતી
ગુજરાત રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. જેની સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. આ યોજનામાં કુલ 300 જેટલા ધાર્મિક સ્થળો દર્શાવવામાં આવેલા છે. અહીં અમે શ્રવણ તીર્થ દર્શન યોજનાની સંપૂર્ણ જાણકારી ટેબલ સ્વરૂપે દર્શાવી છે.
વિગત | માહિતી |
---|---|
યોજનાનું નામ | શ્રાવણ તીર્થ દર્શન યોજના |
શરૂઆત વર્ષ | 2017 |
લક્ષ્યિત લાભાર્થીઓ | ગુજરાતના 60+ વર્ષના વરિષ્ઠ નાગરિકો |
લાભાર્થીઓની સંખ્યા | દર વર્ષે લગભગ 50,000 |
યાત્રાનો સમયગાળો | 5 દિવસ અને 4 રાત્રી |
પરિવહન | એસી કોચ બસ દ્વારા |
રહેવાની વ્યવસ્થા | ધર્મશાળા અથવા હોટેલમાં |
ભોજન | સવાર-બપોર-સાંજ ત્રણ ટાઇમ ભોજન |
વીમા કવરેજ | રૂ. 1 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ |
અન્ય સુવિધાઓ | મેડિકલ કિટ, ડૉક્ટર સાથે |
ખર્ચ | સરકાર દ્વારા મફત |
યાત્રા સ્થળો | ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ તીર્થધામો |
શ્રવણ તીર્થ યોજનાની પાત્રતા
ઘણા લોકો શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ લેવા માંગતા હોય છે. પરંતુ તે લોકો પાસે નીચે દર્શાવેલી પાત્રતા હશે તો જ તેઓ આ યોજના થકી પ્રવાસનનો આનંદ માણી શકે છે. આ યોજનાની પાત્રતા વિશે મુખ્ય માહિતી આ પ્રમાણે છે.
- ઉંમર: 60 વર્ષ કે તેથી વધુ.
- રહેઠાણ: ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી.
- આવક મર્યાદા: વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી જોઈએ.
- અન્ય શરતો: પહેલાં આ યોજનાનો લાભ ન લીધો હોવો જોઈએ.
શ્રવણ તીર્થ દર્શન યોજનાના મુખ્ય દસ્તાવેજો
દરેક પ્રકારની સરકારી યોજનામાં અમુક મુખ્ય દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. જેના આધાર પર તમે યોજનાનો લાભ લઇ શકો છો. શ્રવણ તીર્થ દર્શન યોજનામાં પણ અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે. શ્રવણ તીર્થ દર્શન યોજના માટે આ દસ્તાવેજો તૈયાર રાખવા પડે છે.
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- શનીંગ કાર્ડ
- રહેણાંક નો પુરાવો
- પાસપોર્ટ સાઇઝનો ફોટ
- ઉંમરનો પુરાવો
- બેંક પાસબુક
- અથવા કેન્સલ ચેકની નકલ
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત
શ્રવણ તીર્થ દર્શન યોજનાના લાભ
વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવેલી આ યોજનાનો લાભ અનેક લોકો લઇ ચુક્યા છે. તેમાંથી મોટાભાગના લોકોનો પ્રવાસન અનુભવ ઘણો જ સુખદ રહ્યો છે. શ્રવણ તીર્થ દર્શન યોજનાના લાભો વિશે માહિતી.
- મફત પ્રવાસ: યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને વિવિધ તીર્થસ્થાનોની મુલાકાત માટે મફત પ્રવાસની સુવિધા આપવામાં આવે છે.
- રહેવાની વ્યવસ્થા: પ્રવાસ દરમિયાન રહેવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે.
- ભોજન: પ્રવાસ દરમિયાન નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
- વાહન સુવિધા: તીર્થસ્થાનોની મુલાકાત માટે એસી બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
- મેડિકલ સુવિધા: પ્રવાસ દરમિયાન તબીબી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- વીમા કવરેજ: પ્રવાસ દરમિયાન લાભાર્થીઓને વીમા કવરેજ આપવામાં આવે છે.
- માર્ગદર્શક: પ્રવાસ દરમિયાન માર્ગદર્શક (ગાઈડ)ની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
- સામાજિક જોડાણ: વરિષ્ઠ નાગરિકોને એકબીજા સાથે મળવાની અને સામાજિક રીતે જોડાવાની તક મળે છે.
- આધ્યાત્મિક અનુભવ: વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો અવસર મળે છે.
- માનસિક સ્વાસ્થ્ય: પ્રવાસથી વરિષ્ઠ નાગરિકોને માનસિક તાજગી મળે છે અને તેમનું જીવન વધુ સક્રિય બને છે.
શ્રવણ તીર્થ યોજના અંતર્ગત ક્યાં લઇ જવામાં આવે છે
વિશેષ શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે. આમાં ગુજરાતના અનેક સ્થળોનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સ્થળો આ પ્રમાણે છે.
- સોમનાથ મંદિર, વેરાવળ
- દ્વારકાધીશ મંદિર, દ્વારકા
- અંબાજી મંદિર, બનાસકાંઠા
- પાવાગઢ, વડોદરા જિલ્લો
- શામળાજી મંદિર, અરવલ્લી જિલ્લો
- ડાકોર (રણછોડરાયજી મંદિર)
- નાડાબેટ, બનાસકાંઠા (સરહદ દર્શન)
- સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લો
- સાપુતારા, નવસારી જિલ્લો
- ગિરનાર, જૂનાગઢ
શ્રવણ તીર્થ યોજના માટેની અરજી પ્રક્રિયા
અનેક લોકો આ યોજનનો લાભ લેવા માંગતા હોય છે, પરંતુ તેઓને અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગેનું ઉપયોગી જ્ઞાન હોતું નથી. તેથી અમે અહીં અરજી પ્રક્રિયાને સરળ શબ્દોમાં દર્શાવી છે. શ્રવણ તીર્થ દર્શન યોજનાની અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી.
ઓનલાઇન અરજી
- સરકારની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
- “શ્રવણ તીર્થ દર્શન યોજના” વિભાગ શોધો.
- નવા યુઝર તરીકે નોંધણી કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો અને અરજી નંબર મેળવો.
ઓફલાઇન અરજી
- નજીકની મામલતદાર કચેરી અથવા તાલુકા કચેરીની મુલાકાત લો.
- અરજી ફોર્મ મેળવો અને ભરો.
- જરૂરી દસ્તાવેજોની નકલો સાથે જોડો.
- ભરેલું ફોર્મ કચેરીમાં જમા કરાવો.
- અરજીની રસીદ મેળવી લેવી.
અરજી પછીની પ્રક્રિયા
- અરજીની ચકાસણી થશે.
- યોગ્યતા ધરાવતા અરજદારોને પસંદગી કરવામાં આવશે.
- પસંદ થયેલા અરજદારોને જાણ કરવામાં આવશે.
- પ્રવાસની તારીખ અને વિગતો આપવામાં આવશે.
નોંધ: ચોક્કસ પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. સૌથી અદ્યતન માહિતી માટે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ અથવા સ્થાનિક સરકારી કચેરીનો સંપર્ક કરવો શ્રેષ્ઠ રહેશે.
વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના
સવાલ-જવાબ (FAQ)
અનેક લોકોના મનમાં આ યોજનાને લઈને ઘણા પ્રશ્નો હશે. એટલા માટે અમે અહીં મોટાભાગના લોકો દ્વારા પુછાયેલા સવાલોના જવાબ આપેલ છે.
(1) શ્રવણ તીર્થ દર્શન યોજના યોજના કોના માટે છે?
આ યોજના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે છે. અન્યથા કોઈ પણ આ યોજના માટે યોગ્ય ગણાશે નહીં.
(2) યોજના હેઠળ કેટલા લોકોને લાભ મળે છે?
દર વર્ષે લગભગ 5000 વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળે છે. ગુજરાતમાંથી પણ અનેક લોકો આનો લાભ મેળવી ચુક્યા છે.
(3) કયા તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે?
વિવિધ હિન્દુ તીર્થસ્થાનો તેમજ અન્ય ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં તમામ વૃદ્ધ નાગરિકોને આનંદ આપે એવી પ્રવુતિઓ કરાવવામાં આવે છે.
(4) સરકાર કેટલી નાણાકીય સહાય આપે છે?
સરકાર મુસાફરી ખર્ચનો મોટો ભાગ ઉઠાવે છે. ચોક્કસ રકમ યાત્રાના સ્થળ અને પ્રકાર પર આધારિત હોય છે.
(5) અરજી કેવી રીતે કરવી?
અરજી ઓનલાઇન અથવા નજીકની મામલતદાર કચેરી મારફતે કરી શકાય છે. આ અંગેની વધુ માહિતી માટે તેની સત્તાવાર વેબસાઇટને જુઓ.
આશા કરુ છુ શ્રવણ તીર્થ દર્શન યોજના અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી ગયી હશે. તો મળીએ નેક્સટ પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.
અમો ૩૨ સિનિયર સિટીઝન દ્વારકાધીશ પ્રભુ એટલેકે રાજકોટ સુધી ટ્રેનમાં અને ત્યો થી જામનગર જામખંભાળિયા દ્વારકા પોરબંદર સોમનાથ જૂનાગઢ વીરપુર જલારામ રાજકોટ s.t or private a.c bus થી મુસાફરી કરી
રાજકોટ થી પરત ટ્રેનમાં પરત આવવા માગીએ છીએ.તો આ રીતે પોગ્રમ થઈ શકતો હોયતો અને સહાય પૂરેપૂરી સરકારી ધારાધોરણ મળવા પાત્ર હોયતો જણાવવા વિનંતી છે.આભાર સહ આપણો સનેહાધી