ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલાઓ માટે અનેક લાભકારી યોજનાઓ બનાવવામાં આવે છે. તેમાંથી જ એક યોજના છે, મહિલા સ્વાવલંબન યોજના.
ઘણી બધી મહિલાઓ એવી હોય છે, કે જે કઈ કાર્ય કરવા માંગતી હોય છે અને તેની પાસે ઉપયોગી નાણાં અને સહાય હોતી નથી. આવી મહિલાઓને કેન્દ્રમાં રાખતા આ યોજનાનું નિર્માણ થયું છે.
યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ પોતાની રીતે સ્વ-રોજગારી મેળવીને સ્વાવલંબી બની શકે. યોજના થકી મહિલાઓ પોતાનો નવો વ્યવસાય ઉભો કરવા માટે સરકાર તરફથી રૂપિયા 2 લાખની લોન લઈ શકે છે.
18 થી 65 વર્ષના વયજૂથની તમામ મહિલાઓ આ લોન સરળતાથી મેળવી શકે છે. આ યોજનાના કારણે લોનનું વ્યાજદર અત્યંત નજીવું અથવા ઓછુ રહે છે.
મહિલા સ્વાવલંબન યોજના 2024
જે મહિલાઓ રોજગાર મેળવવા માંગતી હોય તેઓને આ પ્રકારની સહાય મળે છે. આ યોજનાથી તે પોતાનો વ્યાપાર કે અન્ય રોજગારી ક્ષેત્ર ઉભું કરી શકે છે.
વ્યાજનું દર નીચું હોવાના કારણે મહિલાઓને આર્થિક રીતે પણ રાહત હોય છે. તથા અનુસૂચિત જાતિ, જનજાતિ, વિધવા અને દિવ્યાંગ મહિલાઓ માટે 15% થી પણ વધુ સબસીડી આપવામાં આવે છે.
આ યોજના હેઠળ લાભાર્થીને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવતું હોય છે. સાથે જ વ્યાપાર અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. જેથી મહિલા પોતાના આપબળે આગળ વધી શકે.
સ્ત્રીઓ માટે ખાસ નિર્માણ થયેલી આ યોજનામાં 207 પ્રકારના અલગ-અલગ વ્યાપાર પર તે પ્રમાણેની લોન આપવામાં આવતી હોય છે. બેન્કની ભલામણ પર અહીં 2 લાખ સુધીની આર્થિક સહાય ફાળવવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન યોજનાની મુખ્ય જાણકારી
વર્ષ 1996 માં આ યોજનાને પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અમુક સુધારા-વધારા કરીને યોજનાનું પુનઃનિર્માણ થયું હતું. ઘણી બધી મહિલાઓ આ યોજનામાંથી લાભ મેળવી ચુકી છે.
મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવતી આ યોજનાની મુખ્ય જાણકારી લેવી જરૂરી છે. તેથી તમને વ્યાપાર માટે લોન લેવામાં સરળતા રહે છે. યોજનાની મુખ્ય જાણકારી નીચે દર્શાવેલી છે.
મુદ્દો | વિગત |
---|---|
યોજનાનું નામ | મહિલા સ્વાવલંબન યોજના |
લક્ષ્યાંકિત વર્ગ | 18થી 45 વર્ષની મહિલાઓ |
મુખ્ય ઉદ્દેશ | મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવી |
સહાયનો પ્રકાર | ઓછા વ્યાજદરે લોન |
મહત્તમ લોન રકમ | રૂ. 2 લાખ સુધી |
અન્ય લાભો | તાલીમ અને માર્ગદર્શન |
અમલ કરનાર | ગુજરાત સરકાર |
મહિલા સ્વાવલંબન યોજના માટેના દસ્તાવેજો
દેશમાં નિર્માણ થયેલી તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે અમુક ઉપયોગી દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. આ દસ્તાવેજોને સરકાર લાભાર્થીના પુરાવા તરીકે સ્વીકાર કરે છે. મહિલા લક્ષી આ યોજનામાં નીચે પ્રમાણેના દસ્તાવેજોની જરૂર પડતી હોય છે.
- અરજી ફોર્મ (સંપૂર્ણ ભરેલું)
- પાસપોર્ટ સાઇઝના ફોટા (તાજેતરના)
- આધાર કાર્ડની નકલ
- રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, લાઇટ બિલ, વોટર બિલ)
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- આવકનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- બેંક એકાઉન્ટની વિગતો (પાસબુકની નકલ અથવા રદ ચેક)
- વ્યવસાયનો અનુભવ હોય તો તેનો પુરાવો
- પ્રોજેક્ટ રિપોર્ટ (જો લોન માટે અરજી કરતા હોય તો)
- જામીનદારના દસ્તાવેજો (લાગુ પડતા હોય તો)
- પાન કાર્ડની નકલ
ઉપર દર્શાવેલા તમામ દસ્તાવેજો તમારી પાસે હશે તો વ્યાપાર અંગેની લોન ઘણી સરળતાથી ઓછા વ્યાજદરે મળી જાય છે.
મહિલા સ્વાવલંબન યોજનાના વ્યાપારની યાદી
જે પણ મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાનો વ્યાપાર ધંધો શરૂ કરવા માંગતી હોય તેઓ માટે આ સોનેરી તક છે. મહિલા સ્વાવલંબન યોજના થકી મહિલાઓ 307 પ્રકારના વ્યાપાર શરૂ કરી શકે છે.
કોઈ પણ ક્ષેત્ર જેમાં મહિલાઓ પોતાનો વ્યાપાર કરવા માંગતી હોય તે પ્રમાણેની લોન સરકાર દ્વારા પાસ કરાવવામાં આવે છે. નીચે દર્શાવેલ વ્યાપારમાં મહિલાઓને લોન મળતી હોય છે.
ક્રમ | વ્યવસાયનું નામ |
---|---|
1. | સિલાઈ કામ |
2. | બ્યુટી પાર્લર |
3. | મહેંદી આર્ટિસ્ટ |
4. | ફૂડ કેટરિંગ |
5. | બેકરી |
6. | હેન્ડીક્રાફ્ટ |
7. | જ્વેલરી મેકિંગ |
8. | પોટરી |
9. | ફ્લોરિસ્ટ |
10. | ટ્યુશન ક્લાસીસ |
11. | ડે કેર સેન્ટર |
12. | પેટ કેર સર્વિસ |
13. | ઓનલાઈન રિટેલિંગ |
14. | કન્સલ્ટિંગ સર્વિસ |
15. | ગ્રાફિક ડિઝાઈનિંગ |
આ માત્ર 15 વ્યવસાયોની યાદી છે. પરંતુ તમે પોતાની રીતે પણ અન્ય કોઈ સારો વ્યવસાય કરી શકો છો.
મહિલા સ્વાવલંબન યોજના માટેની પાત્રતા
લોક જાગૃતિ ફેલાવતી આ યોજનાનો લાભ તમે ત્યારે જ લઇ શકો છો જયારે તમારી પાસે લોન મેળવવાની યોગ્ય લાયકાત હોય. મહિલા સ્વાવલંબન યોજના માટેની પાત્રતાના મુખ્ય માપદંડો નીચે મુજબ છે.
- વય: અરજદાર મહિલાની ઉંમર 18થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- રહેઠાણ: અરજદાર ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ.
- આવક: કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખથી અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
- શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ હોવું જોઈએ.
- સ્થિતિ: અરજદાર વિધવા, છૂટાછેડા લીધેલી, ત્યક્તા અથવા એકલી મહિલા હોવી જોઈએ.
- અન્ય: અરજદાર કોઈ સરકારી નોકરીમાં ન હોવી જોઈએ.
- પ્રોજેક્ટ: સ્વરોજગાર માટે એક વ્યવહારુ પ્રોજેક્ટ અથવા વ્યવસાય યોજના હોવી જોઈએ.
- તાલીમ: જો જરૂરી હોય તો, અરજદાર સંબંધિત ક્ષેત્રમાં તાલીમ લેવા તૈયાર હોવી જોઈએ.
- બેંક એકાઉન્ટ: અરજદારનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ.
- આધાર કાર્ડ: અરજદાર પાસે માન્ય આધાર કાર્ડ હોવું જોઈએ.
મહિલા સ્વાવલંબન યોજનાના લાભ
જેટલી પણ મહિલાઓ આ લોન મેળવી ચુકી છે, તેમને અનેક ફાયદાઓ થયા છે. તેમને સરકાર તરફથી લોન અંગે સબસીડી પણ આપવામાં આવતી હોય છે. મહિલા સ્વાવલંબન યોજનાના મુખ્ય લાભો નીચે મુજબ છે.
(1) નાણાકીય સહાય
- ઓછા વ્યાજદરે લોન સુવિધા (મહત્તમ રૂ. 2 લાખ સુધી)
- સરળ પુનઃચુકવણીની શરતો
(2) આર્થિક સશક્તિકરણ
- મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન
- આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ
(3) કૌશલ્ય વિકાસ
- વ્યવસાય સંબંધિત તાલીમ કાર્યક્રમો
- ઉદ્યોગસાહસિકતા કૌશલ્યનો વિકાસ
(4) માર્ગદર્શન અને સલાહ
- વ્યવસાય શરૂ કરવા અને ચલાવવા માટે માર્ગદર્શન
- નિષ્ણાતો દ્વારા વ્યાવસાયિક સલાહ
(5) બજાર સહાય
- ઉત્પાદનોના વેચાણ માટે બજાર સાથે જોડાણ
- પ્રદર્શનો અને મેળાઓમાં ભાગ લેવાની તક
(6) સામાજિક સુરક્ષા
- વીમા કવરેજ મળી રહેતુ હોય છે
- સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડાણ
(7) નેટવર્કિંગ તકો
- અન્ય મહિલા ઉદ્યોગસાહસિકો સાથે જોડાવાની તક
- વ્યાવસાયિક સંબંધો વિકસાવવાની તક
(8) સરકારી યોજનાઓ સાથે જોડાણ
- અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવામાં સહાય
- વધુ મહિલાઓ યોજના સાથે જોડાય છે
(9) આત્મવિશ્વાસમાં વધારો
- સ્વતંત્ર વ્યવસાય સંચાલનથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ
- મહિલાઓ આત્મનિર્ભર બની શકતી હોય છે
(10) સમાજમાં સ્થાન
- મહિલાઓની સામાજિક સ્થિતિમાં સુધારો
- સમાજમાં સન્માન અને માન્યતા
મહિલા સ્વાવલંબન યોજનાની અરજી પ્રક્રિયા
જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ વિકાસ સંસ્થાની કચેરીમાં અરજી પ્રક્રિયાને પાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે અરજી કરવા માટે અમુક ઉપયોગી પગલા લેવા પડતા હોય છે. મહિલા સ્વાવલંબન યોજની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
અરજી ફોર્મ મેળવવું
- સરકારી કચેરીઓથી અથવા યોજનાની વેબસાઇટ પરથી અરજી ફોર્મ મેળવી શકાય છે.
- ફોર્મ યોગ્ય યોજના અંગેનું છે કે નહીં તે ત્યારે જ તપાસી લેવું જોઈએ.
ફોર્મ ભરવું
- અરજી ફોર્મ સંપૂર્ણ અને સાચી માહિતી સાથે ભરવું.
- ફોર્મ ભર્યા બાદ તેની માહિતી સાચી છે કે નહીં તે જાણવું.
જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા
- અગાઉ જણાવેલા જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા.
- યાદ રાખો કોઈ પણ દસ્તાવેજ છૂટી ન જાય.
પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો
- લોન માટે અરજી કરતા હોય તો, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો.
- આ બનેલ રિપોર્ટને પોતાની રીતે સંપૂર્ણ ચકાસી લો.
અરજી સબમિટ કરવી
- ફોર્મ અને દસ્તાવેજો સાથે સંબંધિત સરકારી કચેરીમાં જમા કરાવવા.
- ઓનલાઇન પ્રક્રિયા કરતા હોય તો ત્યાં સબમિટ કરવાના હોય છે.
અરજીની ચકાસણી
- સરકારી અધિકારીઓ દ્વારા અરજી અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
- કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો ફોર્મ ત્યારે જ રદ થઇ શકે છે.
ઇન્ટરવ્યૂ/વેરિફિકેશન
- જરૂર પડે તો અરજદારનો ઇન્ટરવ્યૂ લેવામાં આવી શકે છે
- અથવા સ્થળ તપાસ કરવામાં આવી શકે છે.
મંજૂરી પ્રક્રિયા
- યોગ્યતાના આધારે અરજી મંજૂર કરવામાં આવશે.
- જો ફોર્મ નામંજૂર થાય તો તેને ફરીથી ભરવાનું રહેશે.
લોન/સહાય વિતરણ
- મંજૂર થયેલી અરજીઓ માટે લોન અથવા સહાય વિતરણની પ્રક્રિયા શરૂ થશે.
- તેની માટે પોતાની માલિકીના એકાઉન્ટ સંબંધી વિગતો જોતા રહેવું.
અનુવર્તી કાર્યવાહી
- લોન લેનારે નિયમિત હપ્તા ભરવાના રહેશે.
- યોજનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
નોંધ: આ પ્રક્રિયામાં સ્થાનિક સ્તરે થોડા ફેરફાર હોઈ શકે છે. ચોક્કસ માહિતી માટે સ્થાનિક સરકારી કચેરી અથવા યોજનાની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરવો વધુ યોગ્ય રહેશે.
સવાલ-જવાબ (FAQ)
મહિલા સ્વાવલંબન યોજના લક્ષી પુછાતા મુખ્ય સવાલોના જવાબ અમે અહીં દર્શાવ્યા છે.
(1) મહિલા સ્વાવલંબન યોજના યોજના કોના માટે છે?
આ યોજના 18થી 65 વર્ષની વયની મહિલાઓ માટે છે જેઓ આર્થિક રીતે સ્વતંત્ર બનવા માંગે છે. અન્યથા કોઈ પણ આનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે નહીં.
(2) યોજના હેઠળ કેટલી લોન મળી શકે છે?
મહત્તમ રૂ. 2 લાખ સુધીની લોન મળી શકે છે. જે ફક્ત મહિલાઓ માટે જ હોય છે. આ રકમથી વધારે રકમની લોન આમાંથી પ્રાપ્ત થઇ શકે નહીં.
(3) લોનનો વ્યાજદર શું છે?
આ યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે. ચોક્કસ દર સ્થાનિક નિયમો અનુસાર બદલાઈ શકે છે. પરંતુ આનો એક ચોક્કસ દર હોય છે જે જળવાઈ રહેતો હોય છે.
(4) લોન પરત કરવાનો સમયગાળો કેટલો છે?
સામાન્ય રીતે 3થી 5 વર્ષનો સમયગાળો હોય છે, પરંતુ આ પ્રોજેક્ટની પ્રકૃતિ પર આધાર રાખે છે. લોન પરત કરવામાં કોઈ મુશ્કેલી હોય તો પણ સરકારને તે અંગે જાણ કરવી.
(5) આ યોજના દ્વારા તાલીમ આપવામાં આવે છે?
હા, યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા અને ચલાવવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. જે પૈકી તે પોતાની રીતે આત્મનિર્ભર બની શકે.
આશા કરુ છુ કે મહિલા સ્વાવલંબન યોજના અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પણ જરૂર પહોંચાડો.